બુધ-શનિએ રચ્યો રાજયોગ, આજથી આ રાશિઓને ચાંદી જ ચાંદી, શરૂ થયો ગોલ્ડન ટાઇમ

September 18, 2023

ગરવી તાકાત, તા. 18- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. સાથે જ અન્ય ગ્રહો સાથે શુભ-અશુભ યોગ પણ રચે છે. આજે 18 સપ્ટેમ્બર 2023થી બુધ અને શનિ સાથે મળીને ધન રાજયોગ રચી રહ્યાં છે. ખરેખર 18 સપ્ટેમ્બરથી બુદ્ધ-વેપારના દાતા બુધ અને કર્મફળ દાતા શનિદેવ એકબીજા સાથે સાતમી દ્રષ્ટિથી ભ્રમણ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડશે. સાથે જ આ સ્થિતિ ધન રાજયોગ રચશે અને 3 રાશિના જાતકોને તગડો લાભ પણ થશે. આ લોકોને અચાનક જ ધન પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ ભાગ્યનો પણ સાથ મળશે. જાણો કઇ રાશિના જાતકો પર શનિ અને બુધ મહેરબાન થશે.

મેષ રાશિ

શનિ બુધના કારણે રચાઇ રહેલો ધન રાજયોગ મેષ રાશિના જાતકો માટે અત્યંત શુભ છે. આ જાતકોને કામકાજમાં પ્રગતિ મળશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. કોઇ સારા સમાચાર મળી શકે છે. ભાઇ-બહેનની મદદથી કોઇ મોટુ કામ પૂરુ થઇ શકે છે. ધન પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ અનુકૂળ સમય છે. તેમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ ધન રાજયોગ ખૂબ જ લાભકારક સાબિત થઇ શકે છે. આ લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. પદોન્નતિ અને વેતનમાં વૃદ્ધિ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે. તમામ સમસ્યાઓ દૂર થશે. માતાનું સ્વાસ્થ્ય સુધરશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે. તમારી આવક વધવાની સાથે જીવન સ્તર પણ વધુ સારુ બનશે.

તુલા રાશિ –

તુલા રાશિના જાતકો માટે પણ આ ધન રાજયોગ સારા દિવસોની શરૂઆત કરશે. બુધ શનિ આ લોકોનો ભાગ્યોદય કરશે. તમને દરેક કામમાં સફળતા મળશે. ધન વૃદ્ધિના યોગ બનશે. તમને જૂના રોકાણમાં સારુ રિટર્ન મળી શકે છે. એકાઉન્ટ, ટેક્નિકલ વર્ક, સીએ, બેંકિંગ, મીડિયા, ફિલ્મ લાઇન કે બિઝનેસ જગતના લોકોને આ સમય વિશેષ ઉન્નતિ આપશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0