મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તૃષાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ પદે અરવિંદ ઠાકોરના નામનો મેન્ડેડ જાહેર

September 12, 2023

ગરવી તાકાત, મહેસાણા તા. 12- મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તૃષાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ પદે અરવિંદ ઠાકોર તથા કારોબારી ચેરમેન પદે ભરત પટેલના નામનો મેન્ડેડ આપવામાં આવ્યોં છે. ભાજપ શાસિત મહેસાણા જિલ્લા પંચાયતમાં માત્ર એક જ ફોર્મ ભરાતાં હવે માત્ર ઔપચારિકતા જ બાકી છે.

બુધવારે યોજાનાર મહેસાણા જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈ મંગળવારે તમામ તાલુકા પંચાયતોમાં સવારે 11 થી 2 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવામાં આવશે. જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની પૂરી થઈ રહેલી મુદતને પગલે આગામી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની 13 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે.

ત્યારે મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતિ છે. ભાજપ તરફથી મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તૃષાબેન પિન્ટુભાઇ પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે અરવિંદ ઠાકોર તેમજ કારોબારી ચેરમેન પદે ભરત પટેલના નામનું મેન્ડેડ જાહેર કરવામાં આવ્યું છે. માત્ર એક જ ફોર્મ ભરાતાં હવે માત્ર ઔપચારિકતા જ બાકી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0