મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ

September 11, 2023

મુખ્યમંત્રીએ ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સ થી પેશ આવીને મૂળ સુધી પહોંચવા સ્પષ્ટ તાકીદ કરી હતી

ગરવી તાકાત, ગાંધીનગર તા.11- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રાજ્યના શહેરોના પોલીસ કમિશનરો ,અધિક પોલીસ મહાનિદેશકો , રેન્જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકો અને ડીસીપીઓ પણ આ એક દિવસીય કોન્ફરન્સમાં સહભાગી થયા છે .

આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજા હિત અને સમાજ જીવનની શાંતિ સલામતિ અને સુરક્ષા માટેની સમાન વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સ ના હેતુઓ સાકાર કરી શકાશે. તેમણે દરેક વસ્તુમાં ક્રાઇમ અને ક્રાઈમને જોવાની આપણી દ્રષ્ટિ બેયમાં બદલાવ લાવવાનો અનુરોધ કર્યો હતો.

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં મુખ્યમંત્રીએ ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સ થી પેશ આવીને મૂળ સુધી પહોંચવા સ્પષ્ટ તાકીદ કરી હતી. પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા ની જાળવણી જ નહિ કોવિડ જેવા કપરા સમય માં જાનના જોખમે પણ પ્રજા ની સેવામાં ખડે પગે રહી છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીએ વ્યાજખોરોથી મુક્તિ, સ્વનિધિ યોજના અન્વયે જરૂરતમંદ લોકોને સહાય જેવા અભિયાનથી સામાજિક જીવનમાં લોકોને પોલીસ પ્રત્યે આદરભાવ જાગ્યો છે.તેમણે કહ્યું કે તમે સારું કાર્ય કરો સરકાર તમારી પડખે ઊભી રહેવા તૈયાર છે. ગુજરાત વિકાસનું રોલ મોડલ અને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમાં ગુજરાતની સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતિ એ ટીમ પોલીસને આભારી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અમૃત કાળમાં વિકસિત ભારત માટે સૌ સાથે મળીને વિકસિત ગુજરાતના નિર્માણમાં લીડ લઈએ તેવો અનુરોધ મુખ્યમંત્રીએ સૌ પોલીસ અધિકારીઓને કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત પોલીસના ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી પોર્ટલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0