ચોરીનું પલ્સર મોટર સાયકલ લઇને ભાન્ડુથી મહેસાણાની સફરે નીકળેલો બલોચ સમીર મહેસાણા એલસીબીના હથ્થે ચડ્યો

August 11, 2023

ઊંઝા એચ.પી.પેટ્રોલપંપ પાસે પાર્ક કરેલા પલ્સર બાઇકની બે શખ્સોએ ચાર દિવસ અગાઉ ચોરી કરી હતી 

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની પુછપરછ દરમિયાન બાઇકની ચોરી કરી હોવાનું કબુલાત 

Sohan Thakor – મહેસાણા તા. 11 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાન્ડુથી મહેસાણા તરફ ચોરી કરેલા પલ્સર મોટર સાયકલ ઉપર આવી રહેલા શખ્સને અટકાવી પુછપરછ કરતાં ચોરીનું બાઇક હોવાનું માલુમ પડતાં બાઇક ચોર ઇમસને પલ્સર બાઇક સાથે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા જિલ્લામાં બાઇક ચોરીના ઇનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવાના મહેસાણા જિલ્લા પોલીસવડાએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પી.આઇ જે.આર.ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબી પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ ભાવિકકુમાર, દિલીપસિંહ, હેકો. સાબિરખાન તથા રાકેશસિંહ, પાર્થકુમાર, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન હેકો. સાબિરખાન તથા ભાવિકકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે,

ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઇક ચોરીની નોંધાયેલી ફરિયાદ બાઇક ચોરીમાં સંડોવાયેલો શખ્સ ચોરીના પલસર બાઇક પર સવાર થઇને બાઇક નં. જીજે02-ડીસી-0688 લઇ ભાન્ડુ હાઇવેથી મહેસાણા તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબી વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ઉપરોક્ત ઇસમ ચોરીના બાઇક સાથે આવતાં તેને અટકાવી પુછપરછ કરી બાઇકના કાગળ માંગતાં કાગળ મળી આવ્યાં ન હતા. જ્યારે વધુ પુછપરછ દરમિાયન આખરે બલોચ સમીર કરીમખાન રહે. ઉનાવા નવાવાસવાળો તેમજ ફકીર સદામશા જાકીરશા રહે. લુણવા તા. ખેરાલુવાળાએ બંન્ને ભેગા થઇ ઊંઝા એચ.પી. પેટ્રોલપંપ પાસેથી બજાર કંપનીનું આ પલ્સર બાઇકની ચોરી કરી હોવાનું જણાવતાં એલસીબીની ટીમે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0