નાની કડી ખાતે ખુલ્લા ખેંતરોમાં ચાલતાં જુગારધામ પરથી 3 જુગારી 41,800ના મુદ્દામાલ સાથે ઝડપાયાં

August 11, 2023

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગારધામ પરથી રુપિયા 11,480ની રોકડ રકમ કબજે કરી 

મહેસાણા એલસીબીની ટીમ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન જુગારધામ ઝડપ્યું  

Sohan Thakor – મહેસાણા તા. 11- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાની કડી ખાતે આવેલ અશોક વાટિકા સોસાયટી પાસે આવેલા ખુલ્લા ખેતરમાં જુગાર રમતાં ત્રણ જુગારીને રોકડ રકમ સહિત કુલ રુપિયા 41,480ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં જુગારના શોખીનો રોજબરોજ પોલીસના હાથે ઝડપાતાં હોવા છતાં જુગાર રમવાથી બાજ આવતાં નથી. ત્યારે જાણે જુગારીઓને ઝડપી પાડવાનું અભિયાન હાથ ધરાયું હોય તેમ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રોજબરોજ જુગારીઓને રોકડ રકમ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડી રહી હોવા છતાં જિલ્લામાં અનેક જગ્યાઓ પર જુગાર ધમધમી રહ્યાં છે જેને પગલે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જુગારીઓને ઝડપી પડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ આર.જે. ધડુકના નેતૃત્વમા મહેસાણા એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો, વિજયસિંહ, કિરણજી, લાલાજી, રાજેન્દ્રસિંહ, જયસિંહ, અક્ષયસિંહ સહિતનો પોલીસ સ્ટાફ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતો

તે દરમિયાન હેકો. વિજયસિંહ તથા લાલાજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નાની કડી અશોકા વાટિકા સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરમાં જુગારધામ ધમધમી રહ્યું છે જેને પગલે મહેસાણા એલસીબીની ટીમે અશોક વાટિકા પાસે ખેંતરમાં રેઇડ કરતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. એલસીબીની ઘટના સ્થળ પરથી ત્રણ જુગારીને રોકડ રકમ 8880 તથા રોકડ રકમ 2600 સહિત કુલ રુપિયા 41,480નો મુદ્દામાલ ઝડપી પાડી પટેલ રમેશભાઇ ભાઇલાલભાઇ રહે. નાની કડી, સાધુ દશરથભાઇ નટુભાઇ રહે. કડી થોળ, તથા પટેલ પંકજકુમાર પ્રહલાદભાઇ રહે. નાની કડીવાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0