અમદાવાદમાં વિદેશી શરાબનો જથ્થો પહોંચાડવા જતાં બે રાજસ્થાની જાટ મેવડ ટોલનાકા પાસેથી ઝડપી લેવાયાં  

August 4, 2023

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બ્રેઝા કારમાંથી વિદેશી શરાબના જથ્થા સહિત કુલ 5.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

વિદેશી શરાબનો જથ્થો પાલનપુરથી અમદાવાદ તરફ લઇ જતાં બે શખ્સો લોકલ ક્રાઇમ બ્રાન્ચના હંથે ચડ્યાં 

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુગારીઓ અને હેરાફેરી કરનાર તત્વોમાં નાકમાં દમ લાવી દીધો 

Sohan Thakor – મહેસાણા તા. 04- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગારીઓ અને વિદેશી શરાબનો વેપલો કરનાર તત્વોમાં નાકમાં દમ લાવી દીધો છે. રોજબરોજ જુગારીઓ અને વિદેશી શરાબની હેરાફેરી કરતાં તત્વો એલસીબીના સકંજામાં કસાઇ રહ્યાં છે. ત્યારે વિદેશી શરાબની હેરાફેરી કરના બે શખ્સોને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના મેવડ ટોલનાકા પાસેથી પસાર થતી બ્રેઝા કારની અટકાવી તેમાં તપાસ કરતાં વિદેશી શરાબનો જથ્થો ભરેલો હોઇ બે શખ્સોની કુલ રુપિયા 5.79,880ના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં ચાલતી જુગારની પ્રવૃતિ તેમજ વિદેશી શરાબની હેરાફેરી પર રોક લગાવવા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણઆ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ આર.જે. ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબી પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ દિલીપસિંહ, રાજેન્દ્રસિંહ, બિપીનચંદ્ર તથા હેકો. સાબીરખાન તથા પીસી પાર્થકુમાર, રાકેશસિંહ, ભાવિકકુમાર સહિતના સ્ટાફ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન હેકો. સાબિરકાન તથા ભાવિકકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા કાર નં. જીજે-36-એફ-5852નો ચાલક કારમાં વિદેશઈ શરાબનો જથ્થો ભરી પાલનપુરથી અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે મહેસાણઆ એલસીબીની ટીમે મહેસાણાના મેવડ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન બતાવેલ કાર નંબરનો ચાલક આવતાં તેને અટકાવી કારમાં તપાસ કરતાં વિદેશી શરાબની 84 નંગ બોટલ જેની કિંમત રુપિયા 64,680 તથા મોબાઇલ સહિત કુલ રુપિયા 5,79,880નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને ઝડપી જેલમાં ધકેલ્યાં હતા.

વિદેશી શરાબની હેરાફેરીકરનાર ઝડપાયેલા શખ્સો 

જાટ ગિરધારીરામ જશારામ રહે. બાયતુ. તા. બાડમેર-રાજસ્થાન

જાટ દેવારામ રેખારામ રહે.રામસરકાકુવા જી. બાડમેર રાજસ્થાન

વોન્ટેડ આરોપી 

જાટ રાણારામ લીખમારામ રહે. સરલીતા. તા. બાડમેર

રામારામ માલ મંગાવનાર રહે. રાજસ્થાન

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0