સાબરકાંઠાના ખેંરોજ પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડતી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માનવ આશ્રમ સર્કલ પાસેથી બંને વોન્ટેડ આરોપીને દબોચી લીધા
Sohan Thakor – મહેસાણા તા. 02- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોલીસ પેટ્રોલીંગદરમિયાન મહેસાણાના માનવ આશ્રમ ચોકડી પાસે સાબરકાંઠાના ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં ફરાર બે આરોપીઓ ઉભા હોવાની બાતમી મળતાં વોચ ગોઠવી બંન્ને વોન્ટેડ આરોપી શૈલેષ અને રોહિતને ઝડપી મહેસાણા જેલની સહેલગાહ કરાવી હતી.
મહેસાણા જિલ્લામાં નાસતાં ફરતાં આરાપીઓ તેમજ પેરોલ પર છૂટી હાજર ન થયેલા આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના મહિલા પી.આઇ આર.જે.ધડુકના નેતૃત્વમાં પીએસઆઇ એચ.એલ.જોષી તથા ડાભી સહિતની ટીમ રોજબરોજ જિલ્લામાં ચાલતી અનેક ગેરકાયદેસર પ્રવૃતિ તેમજ પ્રોહિબીશન, જુગાર સહિતનીનાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળ કામગીરીથી રોજબરોજ આરોપીઓને જેલમાં ધકેલવામાં આવી રહ્યાં છે.

ત્યારે મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ જોષી, તથા એએસઆઇ રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, હેકો. સાબીરખાન, જેયશકુમાર તથા રાકેશસિંહ, પાર્થકુમાર, ભાવિકકુમાર સહિત વિવિધ ટીમો બનાવી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ રાજેન્દ્રસિંહ તથા દિલીપસિંહને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણા માનવ આશ્રમ ચોકડી પાસે બે શંકાસ્પદ શખ્સો ઉભા છે.
જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આશ્રમ ચોકડી વોંચ ગોઠવી બંને શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. જેમની પુછપરછ કરતાં ઠાકોર શૈલેષજી મફાજી રહે. સબલપુર મોટો ઠાકોરવાસ તા. વડનગર તથા ઠાકોર રોહિત ગણેશજી રહે. ગોરીસણા તા. ખેરાલુવાળો હોવાનું તેમજ જેઓ સાબરકાંઠાના ખેરોજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં વોન્ટેડ હોવાની કબુલાત કરતાં એલસીબીએ બંન્ને આરોપીઓને ઝડપી જેલમાં ધકેલી સાબરકાંઠાના ખેરોજ પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી.


