ગુજરાત એટીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું, આતંકની આગમાં હોમવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો
ગુજરાત એટીએસએ શંકાસ્પદ 18 લોકોની અટકાયત કરી ત્રણ લોકો 15 દિવસ પહેલા પશ્ચિમ બંગાળથી આવ્યા હતા તેઓ ગુજરાતમાં અલકાયદાનો ફેલાવો કરી રહ્યા હતા
ગરવી તાકાત, રાજકોટ તા. 01- ગુજરાતમાં ફરી એકવાર મોટી આતંકી હિલચાલ થઈ છે. ફરી એકવાર રાજ્યમાં આતંકવાદી સંગઠન ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. ગુજરાતને આતંકની આગમાં હોમવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રાજકોટમાંથી અલકાયદાના 3 સંદિગ્ધ આતંકી ઝડપાયા છે. ગુજરાત એટીએસને છેલ્લા છ મહિનાથી માહિતી મળી હતી કે, રાજકોટમાં શંકાસ્પદ આતંકી પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત એટીએસએ શંકાસ્પદ 18 લોકોની અટકાયત કરી છે. ત્રણ લોકો 15 દિવસ પહેલા આ શંકાસ્પદ પશ્ચિમ બંગાળથી આવ્યા હતા. તેઓ ગુજરાતમાં અલકાયદાનો ફેલાવો કરી રહ્યા હતા.

અલકાયદાના મનસુબા પર ગુજરાત ATSએ પાણી ફેરવ્યું છે. રાજકોટમાં ગુજરાત ATSએ સફળ ઓપરેશન પાર પાડ્યું. રાજકોટમાંથી અલકાયદાના 3 શંકાસ્પદ આતંકી ઝડપાયા છે. જેઓ છેલ્લા 6 મહિનાથી સોની બજારમાં કામ કરતા હતા. આ ત્રણેય ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-ફેલાવાનું કામ કરતા હતા. તેમજ અન્ય મુસ્લિમ કર્મચારીઓને રેડિક્લાઈઝ કરતા હતા. ત્રણેય સંદિગ્દો પાસેથી હથિયાર પણ કબજે કરાયા છે. અમમ, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝની રાજકોટથી અટકાયત કરવામાં આવી છે. શંકાસ્પદ આતંકવાદી તદ્દન કટ્ટરપંથી છે. તેમની પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું હતું.
રાજકોટની સોની બજારમાંથી મોટું આતંકી મોડ્યુલ પકડાયું છે. અલકાયદાને મદદ કરતા 3 શખસને ગુજરાત ATSએ પકડ્યા છે. આતંકી સંગઠનને ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા એક્ટિવ થયા હતા. હાલ તેઓ અહી કોને મળ્યા હતા, કેટલા લોકોને મળ્યા છે, શુ કરતા હતા તે અંગેની તપાસ તેજ કરાઈ છે. આ ત્રણેય શખસ છેલ્લા 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. આ શખસો અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતા. ત્રણેય શખસ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. 3 શખસ પાસેથી મળેલું હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે. હથિયાર સપ્લાય કરનાર કોણ એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આજે ત્રણેયને રાજકોટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.


