એક માસ અગાઉ વિસનગર આઇટીઆઇ રોડ પર કારના બોયનેટ પરથી મોબાઇલની ઉઠાંતરી કરી હતી
મહેસાણા એસઓજીએ મોબાઇલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી મોબાઇલ ચોરને ઝડપ્યોં
Sohan Thakor – મહેસાણા તા. 22- મહેસાણા જિલ્લામાં મોબાઇલ ચોરીની ઓનલાઇન અનેક પોલીસ ફરિયાદો નોંધાવા પામી છે. જેમાં મોબાઇલ ચોર ઇસમોને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડવામાં આવી રહ્યાં છે. હજુ ગત રોજ એલસીબીએ મહેસાણા પાલાવાસણા સર્કલ પાસેથી મોબાઇલ ચોર ઇસમને ઝડપી પાડ્યો હતો ત્યારે આજે વધુ એક મોબાઇલ ચોર ઇસમને એસઓજીની ટીમે વિસનગર ખાતેથી ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ મહેસાણા જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓ તેમજ અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એ.યુ. રોઝના નેતૃત્વ હેઠળ મહેસાણા એસઓજી ટીમના હે.કો. હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રભાઇ, દિગ્વિજયસિંહ, વિશ્વનાથસિંહ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન ટેકનીકલ સર્વેલન્સના આધારે દિગ્વિજયસિંહ તથા વિશ્વનાથસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિસનગર શહેર ગંજ બજારથી કાંસા ચોકડી તરફ જતાં રોડ ઉપર મામલતદાર ઓફિસ તરફ જતાં રોડ ઉપર ચોરીના મોબાઇલ સાથે ઠાકોર દિનેશજી કાન્તીજી રહે. વિસનગર શહેરવાળો ઉભો હોવાની બાતમી મળતાં મહેસાણા એસઓજીની ટીમ બતાવેલ જગ્યા પર પહોંચી મોબાઇલ ચોરને કોર્ડન કરી ચોરીના મોબાઇલ સાથે ઝડપી પાડ્યોં હતો.
જ્યારે મોબાઇલ ચોરી બાબતે એલસીબીએ વધુ પુછપરછ કરતાં મોબાઇલ ચોર શખ્સે કબુલાત કરી હતી કે આ મોબાઇલ આજથી એક માસ અગાઉ વિસનગર આઇટીઆઇ રોડ પર કારના બોયનેટ પરથી આ મોબાઇલની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.


