શાહ અને મોદીએ કેમ પૂર્વ ના.મુખ્યમંત્રી નિતીન કાકા માટે કાઢ્યું અઘરું પેપર?

July 17, 2023

નીતિન પટેલને પણ રાજસ્થાનના સહ પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર અને મુખ્યમંત્રી અશોક ગહેલોતનો સિતારો બુલંદી પર છે

ગહેલોત અને સચિન પાયલોટ વચ્ચેની આ લડાઈનો લાભ નીતિન કાકા કેવી રીતે લે છે

ગરવી તાકાત, મહેસાણા તા. 17- રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો બદલીને નવા ચહેરાઓને સ્થાન આપ્યું. ત્યારે ગુજરાત ભાજપમાં સૌથી સીનિયર કહેવાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રાજસ્થાનના સહ પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજસ્થાનમાં એક તરફ કોંગ્રેસની સરકાર અને મુખ્યમંત્રી અશોક ગહેલોતનો સિતારો બુલંદી પર છે. ત્યારે એવું પહેલીવાર બન્યું છેકે, નીતિન પટેલને ગુજરાત બહારની જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન પટેલને પીએમ મોદી અને અમિત શાહે એવો ટાસ્ક આપ્યો છેકે, જો પાસ થયા તો ઠીક નહીં તો આગળનું રાજકીય કરિયર સામે સવાલો ઊભા થઈ શકે છે.

જોકે, રાજસ્થાન કોંગ્રેસમાં વર્ષોથી ટોચના સ્થાન માટે એટલેકે, સીએમ પદ માટે લડાઈ ચાલતી આવી છે. ગહેલોત અને સચિન પાયલોટ વચ્ચેની આ લડાઈનો લાભ નીતિન કાકા કેવી રીતે લે છે અને ભાજપને કેવી રીતે ફાયદો કરાવી આપે છે એ પણ જોવું રહેશે. પીએમ મોદી અને અમિત શાહે આ વખતે નીતિન કાકા માટે અઘરું પેપર કાઢ્યું છે. જો આ પરિક્ષામાં પાસ થયા તો દિલ્લીમાં પીએમ મોદી સાથે સંસદ ભવનમાં બેસવાનો મોકો મળી શકે છે. બાકી નીતિન કાકા માટે રાજનીતિમાં આગળનો માર્ગ બહુ અઘરો બની શકે છે.

ગુજરાતની રાજનીતિમાં પાટીદારોના માનીતી નેતા તરીકે વર્ચસ્વ ધરાવતા ‘નીતિન કાકા’ને આ વખતે ભાજપે રાજસ્થાનની જવાબદારી સોંપી છે. રાજસ્થાનની રાજકીય સ્થિતિની વાત કરવામાં આવે તો અહીં ભાજપની હાલત ખુબ જ ખરાબ છે. સરખામણી કરવા જઈએ તો ગુજરાતમાં કોંગ્રેસની જે સ્થિતિ છે એના કરતા પણ રાજસ્થાનમાં ભાજપની સ્થિતિ વધારે ખરાબ છે એવું કહેવું પણ અતિશયોક્તિ ભર્યું નહીં હોય.

નીતિન પટેલ લગભગ 4 દાયકા જેટલાં સમયથી ગુજરાતની રાજનીતિમાં સક્રિય ભાગ ભજવી રહ્યાં છે. ગુજરાતમાં કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી સહિત અલગ અલગ મુખ્યમંત્રીઓના કાર્યકાળમાં તેમની સાથે મજબુત રીતે કામ કરવાનો અનુભવ નીતિન પટેલ ધરાવે છે. રોડ એન્ડ બિલ્ડિંગ, શહેરી વિકાસ, મહેસૂલ, નાણાં વિભાગ સહિતના મહત્ત્વના ખાતાઓની જવાબદારીઓ તેમણે વર્ષો સુધી બખુબી નિભાવી છે. મુખ્યમંત્રીનું પદ માટે જરાક માટે પનો ટુંકો પડી ગયો અને આખરે તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે પાર્ટીએ તક આપી. જોકે, આ વાત ગુજરાત પુરતી હતી અને ગુજરાતમાં નીતિન કાકાનું નામ જ કાફી છે. પણ હવે તેમને ટાસ્ક આપવામાં આવ્યો છે રાજસ્થાનનો અને અહીંની રાજનીતિ એટલી સરળ નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0