મહેસાણા એસઓજીની ટીમ બે વર્ષથી ઘરફોડ ચોરીના ગુનાના ફરાર આરોપીને સરખેજ ખાતેથી ઝડપ્યોં
મહેસાણા એસઓજી ટીમને અમદાવાદ સરખેજ ખાતે આરોપી હોવાની ખાનગી બાતમી મળી હતી
મહેસાણા તાલુકા, બાવલું તથા કડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી
Sohan Thakor – મહેસાણા તા. 13- મહેસાણા એસઓજીની ટીમે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતાં ફરતાં આરોપીને અમદાવાદ સરખેજના ફતેવાડી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓને ઝડપી જેલમાં ધકેલી દેવાના અપાયેલા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ મહેસાણા એસઓજી ટીમના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ ચેતનકુમાર, પારખાનજી, મનોહરસિંહ, એ.હે.કો. નરેશકુમાર, દિલીપકુમાર, મહેન્દ્રસિંહ તથા અબ્દુલગફાર, સંજયકુમાર, ધરમસિંહ સહિતનો એસઓજી સ્ટાફ વિવિધ ટીમો બનાવીને નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન એસઓજીના દિલીપકુમાર તથા અબ્દુલગફારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન, બાવલુ પોલીસ સ્ટેશન, કડી પોલીસ સ્ટેશન ઇપીકો ક. 457, 380 મુજબના ઘરફોડ અને ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી શેખ સેફઅલી બાબુભાઇ રહે. અમદાવાદ ફતેવાડીવાળો અમદાવાદ સરખેજ અંબા ટાવર પાસે ગરીબ નવાઝ ટ્રેડર્સ નામની કંપનીમાં નોકરી કરે છે. જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમે ઘટના સ્થળ પર પહોંચી ફરાર આરોપીને ઝડપી પાડી જેલમાં ધકેલ્યોં હતો.


