મહેસાણા એલસીબીએ સબલપુર ગામે ખેતરમાં ચાલતાં શેરબજારના ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ કર્યો  

July 12, 2023

વડનગર તાલુકાના સબલપુર ગામે મોબાઇલ પર રમાતું શેરબજારનું ડબ્બા ટ્રેડીંગ ઝડપાયું

મહેસાણા એલસીબીએ મોબાઇલમાં શેરબજાર રમતા રમાડતાં ચાર શખ્સોને ઝડપી પાડ્યાં 

Sohan Thakor – મહેસાણા તા.12- મહેસાણા લોકલ  ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડનગર તાલુકાના સબલપુર ગામે મોબાઇલમાં શેર માર્કેટની એપ પર સટ્ટાબજારના ગેરકાયદેસર ચાલતા ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ કરતી ચાર શખ્સોને 23.300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. જ્યારે ફરાર ચાર શખ્સો વિરુદ્ધ જુગાર ધારા એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની બાબત છે કે વડનગર પંથકના ગામડાઓમાં મોટા પાયે શરેબજારમાં મોબાઇલ એપ પર ડબ્બા ટ્રેડીંગ ચલાવવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ અનેક વખત વડનગર પંથકમાંથી ડબ્બા ટ્રેડીંગ ઝડપી પાડવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા ચાલતી દારુ જુગાર, ડબ્બા ટ્રેડીંગ જેવી અસામાજિક પ્રવૃતિને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબીના  પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ આશાબેન, હે.કો. પિયુષભાઇ, સનીભાઇ, સંજયભાઇ, જસ્મીનકુમાર, રવિકુમાર, કલ્પેશકુમાર સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતો તે દરમિયાન સંજયભાઇ તથા જસ્મીનકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

વડનગર તાલુકાના સબલપુર ગામે સબલપુરથી કહીપુર જતા રોડ ઉપર સબલપુર ગામની સીમમાં ઓરાકુવા નામના આંટામાં રહેતા ઠાકોર શૈલેષજી ભરતજી ઠાકોર રહે. સબલપુર તા. વડનગરવાળાના ખેતરમાં બનાવેલ મકાનની આગળ ખુલ્લી જગ્યામાં ઠાકોર શૈલેષજીના મળતીયાઓ દ્વારા મોબાઇલ ફોનમાં માર્કેટ પ્લસ નામની એપ્લીકેશનમાં શેર બજારની વધઘટ જોઇ લોકોને શેર બજારમાં વધુ કમાણી કરી આપવાની ટીપ્સ આપી સ્ટોક બજારના કોઇપણ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડીંગ ચલાવી રહ્યો હતો. જ્યાં એલસીબીની ટીમ ત્રાટકતાં હાજર શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી. એલસીબીની ટીમે ઘટના સ્થળ પરથી રોકડ રકમ મોબાઇલ સહિત કુલ રુ. 23,300ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યાં હતા જ્યારે આ  ગુનામાં વધુ ત્રણ શખ્સો સામે વડનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વની બાબત છે કે મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં એલસીબી પીએસઆઇ એચ.એલ. જોષી તથા ટીમે ગત રોજ મોબાઇલની વિવિધ એપ્લીકેશન પર સટ્ટો રમાડતાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે વધુ બે શખ્સો આ પ્રકારનો સટ્ટો રમતાં તેમનો ભાંડો ફોડી બે શખ્સો વિરુદ્દ ગુનો નોંધ્યો હતો. ત્યારે આજે વધુ મોબાઇલ પર રમાતાં  ડબ્બા ટ્રેડીંગના નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળ રહ્યાં હતા.

ઝડપાયેલા આરોપીઓ

(1) ઠાકોરિ વિપુલજી જસવંતજી રહે. સબલપુર મોટો ઠાકોરવાસ તા. વડનગર 

(2 )ઠાકોર વિશાલજી મુકેશજી રહે. સબલપુર નાનો ઠાકોરવાસ તા. વડનગર

(3) ઠાકોર મુકેશજી અમીરજી રહે. સબલપુર નાના ઠાકોરવાસ તા. વડનગર 

(4) ઠાકોર ભરતજી તેજાજી રહે. સબલપુર ઓરાકુવા ખેતરમાં તા. વડનગર  

ફરાર આરોપીઓ 

(5) ઠાકોર નરેન ઉર્ફે નરેશજી પ્રહલાદજી રહે. સબલપુર તા. વડનગર 

(6) ઠાકોર શૈલેષ ભરતજી રહે. સબલપુર તા. વડનગર 

(7) ઠાકોર વિપુલજી જીતાજી રહે. સબલપુર તા. વડનગર

(8) ઠાકોર સેંધાજી કનુજી રહે. સબલપુર તા. વડનગર 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0