મોબાઇલમાં વિવિધ એપ્લીકેશનમાં જુગારનો સટ્ટો રમાડનાર મહેસાણાના અન્ય બે સામે ફરિયાદ
મહેસાણા એલસીબીની ટીમે બાતમીના આધારે ત્રણ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી
Sohan Thakor – મહેસાણા તા. 11 – મોબાઇલમાં અનેક એપ્લીકેશનોમાં વિવિધ સટ્ટાની રમતો રમાડવામાં આવી રહી છે અને આ સટ્ટાની એપ્લીકેશનમાં જુગાર રમી અનેક યુવાધન બરબાદી રવાડે જઇ રહ્યું છે. ત્યારે આવી જ વિવિધ એપ્લીકેશન પર સટ્ટો રમાડતાં એક શખ્સને મહેસાણા એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી વિવિધ જુગારકિય પ્રવૃતિઓને ડામી દેવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ આશાબેન, હે.કો. પિયુષભાઇ, સંજયભાઇ, જસ્મીનભાઇ, રવિકુમાર, કલ્પેશકુમાર, સહિતનો સ્ટાફ મહેસાણા શહેરમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પાલાવાસણા નજીક આવતાં સંજયભાઇ તથા જસ્મીનભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી મહેશભાઇ ખોડાભાઇ પ્રજાપતિ રહે. 10, વાત્સલ્ય બંગ્લોઝ રીયા હુન્ડાઇ શો રુમની પાછળ અમદાવાદ હાઇવે રોડ મહેસાણાવાળો પોતાના મકાન પાસે બેસી મોબાઇલ ફોનમાં ક્રિકેટને લગતી તથા બીજી સટ્ટાની અલગ અલગ એપ્લીકેશન પર જુગાર રમાડતો હતો.
આ ઉપરાંત પટેલ સોહમ ડાહ્યાભાઇ રહે. કૈલાસનગર મકાન નંબર 37, મોઢેરા રોડ, મહેસાણા તથા પ્રજાપતિ શૈલેષભાઇ રામાભાઇ રહે. શ્યામ વિહાર બંગ્લોઝ મહેસાણાવાળા પાસેથી મેળવી જે એપ્લીકેશનમાં તમિલનાડું પ્રિમીર લીગની ડીન્ડીગુલ ડ્રેગન્સ તથા નેલૈ રોયલ કીંગ્સ વચ્ચે રમાઇ રહે. ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ પર જુગારનો સટ્ટો રમાડતાં હતા તે દરમિયાન પાડેલી રેઇડમાં એક મોબાઇલ ફોન કિંમત 15 હજારના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યોં હતો.
પકડાયેલ આરોપી
(1) મહેશભાઇ ખોડાભાઇ પ્રજાપતિ રહે. વાત્સલ્ય બંગ્લોઝ, અમદાવાદ હાઇવે,
પકડવાના બાકી આરોપી
(2) પટેલ સોહમ ડાહ્યાભાઇ રહે. કૈલાશનગર મોઢેરા રોડ, મહેસાણા
(3) પ્રજાપતિ શૈલેષ રામાભાઇ રહે. શ્યામ વિહાર બંગ્લોઝ, મહેસાણા


