કેન્દ્ર સરકારના અધ્યાદેશ મામલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને સુપ્રિમ કોર્ટની રાહત

July 5, 2023

નવી દિલ્હી, તા. 5 –અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટીંગ મામલામાં કેન્દ્ર સરકારના અધ્યાદેશ મામલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને સુપ્રિમ કોર્ટ તરફથી રાહત મળી છે સુપ્રિમ કોર્ટે આ મામલે દિલ્હીના એલજી અને કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે કેજરીવાલને વધુ એક રાહત આપી ડીઇઆરસીના ચેરમેનના ચેરમેનના શપથ ગ્રહણ પર પણ એક સપ્તાહની રોક લગાવી છે.


આ અંગેની વિગત મુજબ પહેલા દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટીંગ ઉપરાજયપાલ કરતા હતા જેની સામે આમ આદમી પાર્ટીએ સુપ્રિમમાં અરજી દાખલ કરી હતી ત્યારે સુપ્રિમ કોર્ટે દિલ્હીની આમ આદમી પાર્ટીના પક્ષમાં ફેસલો સંભળાવ્યો હતો અને અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટીંગનો અધિકાર દિલ્હી સરકારને આપ્યો હતો.

જેની સામે કેન્દ્ર સરકાર વટહુકમ જાહેર કરીને સુપ્રિમ કોર્ટના આદેશને નિષ્ક્રિય કરી નાખ્યો હતો. કેજરીવાલ સરકારે આ વટહુકમ સામે સુપ્રિમમાં ધા નાખી હતી જે મામલે આજે સુપ્રિમે કેજરીવાલને રાહત આપી કેન્દ્ર અને એલજીને નોટીસ ફટકારી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0