કલોલનો વેપારી વતનમાં દર્શન કરવા જતા દંપતીને અકસ્માતમાં કાળ ભરખી ગયો, ડ્રાઈવરનું પણ મોત
કલોલના વેપારી દંપત્તિનો વતન રાજસ્થાનમાં દર્શન કરવા જવાનો હરખ માતમમાં પલટાઇ ગયો
Sohan Thakor- મહેસાણા તા. 26- અકસ્માતોની વણથંભી વણઝાર રોજબરોજ જોવા મળી રહી છે. અનેક નિર્દોષ નાગરીકો અકસ્માતના કારણે મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. રોજબરોજ એ કહેવત સાર્થક થઇ રહી છે કે ન જાન્યું જાનકી નાથે સવારે શુ થવાનું છે તે પ્રકારે રોજબરોજ અનેક પરિવારોના ઘરે અકસ્માત સહિત અનેક ઘટનાઓ મોતની ઘટનાઓ બનતાં પરિવારના ઘરે લાશ પહોંચતાં કરુણતાંના દ્રશ્યોં સર્જાતાં જોવા મળી રહ્યાં છે.

જેમાં આજે વિજાપુરની રણછોડપુરા ચોકડી પાસે કલોલનું વેપારી દંપત્તિ તેમની કારમાં ડ્રાઇવર સાથે વહેલી સવારે કેટલા અરમાનો સજીને પોતાના વતન ભણી રાજસ્થાન દર્શન કરવા જવાનો જે હરખ હતો તે વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે પહોંચતાં માતમમાં પલટાઇ ગયો હતો. જે અકસ્માતમાં વેપારી પતિ પત્ની સહિત ડ્રાઇવરને કાળ ભરખી ગયાની ઘટના સામે આવી છે.

આજે મહેસાણાનો વિજાપુર હાઈવે ફરી રક્તરંજિત થયો. વતન રાજસ્થાનમાં દર્શન કરવા જઈ રહેલા વેપારી દંપતીનું અકસ્માતમાં કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. કલોલના વેપારીની કારને વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર દંપતી તથા ડ્રાઈવરનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત થયેલી ટ્રક સાથે કારનો અકસ્માત થયો હતો. કલોલના અને મૂળ રાજસ્થાની વેપારીની કારને અકસ્માત નડ્યો હતો. વેપારી અને તેમના પત્ની વતન રાજસ્થાનમાં દર્શન કરવા જવા નીકળ્યુ હતું. ત્યારે પહેલેથી જ અકસ્માત થઈને પડેલી ટ્રક સાથે કાર ભટકાઈ હતી. ટ્રકમાં કાર ઘુસી જતા કારમાં સવાર દંપતીનું મોત નિપજ્યું હતું.
તેમજ કારમાં સવાર દંપતી સાથે ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આમ, ગમખ્વાર અકસ્માતથી વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે ભારે ભીડ જમા થઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી. આ અકસ્માત અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


