ગુજરાતમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં ત્રણ ઘણો વધારો થયો 

June 21, 2023

બેંકોના નીચા વ્યાજ, ઈન્વેસ્ટરોમાં વધતી જાગૃતિ-શેરબજારમાં સારા નફા જેવા કારણોએ ભાગ ભજવ્યો છે

ગરવી તાકાત, મહેસાણા તા. 21- શેરબજારમાં તગળા નફા તથા બચતની અનિવાર્યતા પ્રત્યે વધેલી જાગૃતિને પગલે ગુજરાતમાં રોકાણકારોની સંખ્યામાં મોટો વધારો થવા લાગ્યો છે.છેલ્લા એક દાયકામાં શેરબજારમાં રોકાણ કરતાં ઈન્વેસ્ટરોની સંખ્યા ત્રણ ગણી થઈ છે.


નેશનલ સ્ટોક એકસચેંજના રીપોર્ટ પ્રમાણે નાણાંકીય વર્ષ 2022-23 માં ગુજરાતનાં ઈન્વેસ્ટરોની સંખ્યા 69 લાખ પર પહોંચી છે. જે 2013 ની સરખામણીએ 2.8 ગણી વધુ છે. કોરોનાકાળ બાદ ઈન્વેસ્ટરોએ મોટી સંખ્યામાં શેરબજારમાં ઝંપલાવ્યુ હોય તેમ એપ્રિલ 2020 પછી જ 60 ટકા ઈન્વેસ્ટરો વધ્યા છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે બેંકોના નીચા વ્યાજદર, ઈન્વેસ્ટરોમાં વધતી જાગૃતિ-શેરબજારમાં સારા નફા જેવા કારણોએ ભાગ ભજવ્યો છે.

શેરબ્રોકરોના કહેવા પ્રમાણે બેંક વ્યાજદર છેલ્લા કેટલાંક મહિનાથી ઉંચા ગયા છે અન્યથા સાવ નીચા જ હતા.યોગ્ય અને આકર્ષક વળતર મેળવવા ઈન્વેસ્ટરોનો શેરબજાર તરફ વધેલા રસ પાછળનું આ એક મોટુ મુખ્ય કારણ છે. આ સિવાય લોકોનું શેરબજાર-નાણા માર્કેટ વિશેનું જ્ઞાન પણ વધ્યું છે.

યુવા વર્ગ રોકાણ કરતા પૂર્વે રીસર્ચ કરવા લાગ્યા છે. ડીમેટ ખાતાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. રાતોરાત ધનવાન થવાને બદલે લાંબા ગાળાનાં રોકાણ તરફ દેણુ છે ભારતમાં પાન ખાતાઓનાં ધોરણે 7.52 કરોડ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટર હોવાનું ઉલ્લેખનીય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0