ધરોઇ ડેમની સપાટીમાં 12,222 ક્યુસેક પાણીના નવા નીર ભરાયાં

June 18, 2023

ગરવી તાકાત, ખેરાલુ તા. 18- ઉત્તર ગુજરાતમાં જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં તાજેતરમાં પડેલા વરસાદને પગલે પાણીની આવકમાં વધારો નોંધવા પામ્યો છે. મહેસાણા શહેર સહિત અનેક તાલુકામાં વરસાદ મન મુકીને વરસ્યોં હતો. જેને પગલે ધરોઈ ડેમની કુલ સપાટી 189.59 મીટર અને 622 ફૂટ છે ત્યારે હાલની સપાટી 183.910 મીટર અને 603.37 ફૂટ છે. ગઈ કાલે રાત્રે 10 કલાકે પાણીની 12222 ક્યુસેક નોંધાઇ હતી. જ્યારે ડેમમાંથી 50 ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યું છે. હાલમાં ડેમમાં પાણીનો જથ્થો 41.76% છે. તેમજ હજુ પણ પાણીની આવક ચાલુ છે.

બીપોરજોય વાવાઝોડાને કારણે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડું રાજસ્થાન તરફ જતા ત્યાં પણ વરસાદી માહોલ જમ્યો હતો. હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઇ છે. રાત્રે એકાએક ધરોઈ ડેમની જળ સપાટીમા વધારો પણ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાત આવેલા સતલાસણા તાલુકાના ધરોઈ ડેમમાં આવતું પાણી અન્ય જિલ્લાઓને પણ સિંચાઇ અને પીવા માટે આશીર્વાદ રૂપ છે.

ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગઈ કાલે રાત્રે દસ કલાકે ધરોઈ ડેમમાં નવા નીર આવ્યાં હતા. નવા નીર આવતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ હતી. મહત્વનું છે કે, ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે થતો હોય છે ત્યારે આગામી ચોમાસા દરમિયાન ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે પાણીની સપાટીમાં વધારો થાય છે.  ત્યારે આ વખતે ચોમાસા અગાઉ જ ધરોઇ ડેમમાં પાણીની આવક વધવા પામી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0