વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તથા વડનગર જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ખાતે સીપીઆર તાલીમ યોજાઇ
મહેસાણા જિલ્લા તથા ગાંધીનગરના જીલ્લાના પોલીસ અધિકારી કર્મચારીઓ વિસનગર તથા વડનગર ખાતે હાજર રહ્યાં
ગરવી તાકાત, મહેસાણા તા. 12- કોરોના મહામારી બાદ યુવાનોમાં હાર્ટ અટેકની સમસ્યાઓ વધી રહી છે. જેમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાથી મોતના કિસ્સા વધી રહ્યાં છે જેમાં પોલીસ કર્મીઓ પણ આ પ્રકારે હાર્ટ એટેકનો શિકાર બન્યાં છે.

ત્યારે કોઇપણ વ્યકિતને હૃદયરોગનો હુમલો આવે ત્યારે પ્રાથમિક ઉપચાર શું કરવો જેથી માનવ જીંદગી બચાવી શકાય તે માટે વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તથા વડનગર જીએમઇઆરએસ મેડીકલ કોલેજ ખાતે પોલીસ દ્વારા સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં વિસનગર અને વડનગર ખાતે મહેસાણા જિલ્લાના તમામ પોલીસકર્મીઓને તબક્કાવાર આપવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા આયોજીત આઇએસએ ગુજરાતના સહયોગથી પોલીસ વિભાગ માટે સીપીઆર અવેરનેસ ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવેલ હતો.

જેમાં મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા એસઆરપી ગ્રુપ ૧૫ અધિક્ષક વિશાખા ડબરાલ, આઇપીએસ વિવેક ભેડા, ડીવાયએસપી વિસનગર ડી.એમ.ચૌહાણ, ડીવાયએસપી આર.આઇ.દેસાઇ, ડીવાયએસપી જે.જી.શેખ સહિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલ, નોર્થ ગુજરાત ભાજપના ડોક્ટર સેલના પ્રમુખ ડો. અનિલ પટેલ,

મહેસાણા કોષાધ્યક્ષ, મહેસાણા જિલ્લા ભાજપ કલમભાઇ પટેલ, પ્રમુખશ્રી શહેર સંગઠન ભાજપ રાજુભાઇ મોદી, વિસનગર નુતન મેડીકલ કોલેજના ડીન ડો. હિમાંશુભાઇ જાેષી, નુતન મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો. ભરતભાઇ શાહ, વડનગર મેડીકલ કોલેજના ડીન ડો. મનિષ રામાવત સહિત મોટી સંખ્યામાં

મહેસાણા જિલ્લા તથા ગાંધીનગરના જીલ્લાના પોલીસ અધિકારી કર્મચારીઓ વિસનગર તથા વડનગર ખાતે હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં પોલીસકર્મીઓને સીપીઆર અવેરનેસની તાલીમ આપવામાં આવી હતી તેમજ તમામ પોલીસ અધિકારી કર્મચારીઓએ અંગદાન મહાદાનનો સંકલ્પણ પણ લીધો હતો.


