ગુજરાત તરફ આવી રહ્યું છે ચક્રવાત, વીજળીના કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ 

June 2, 2023

જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 02- ગુજરાતમાં ચોમાસું આવવાને હજી ઘણી વાર છે. કારણ કે, હજી કેરળમાં પણ ચોમાસું બેઠુ નથી. પરંતુ તે પહેલા જ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી જશે. ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકાભડાકા સાથે ફરીથી વરસાદ આવશે. આ કારણે લોકોને ગરમીમાંથી મુક્તિ મળશે. અરબી સમુદ્રમાં 6 થી 9 જુનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આવી રહેલા વાવાઝોડાના સંકટ વિશે જણાવ્યું કે, આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સુક્કું રહેશે. કેટલાક સ્થળો પર લોકલ કનેક્ટિવ એક્ટિવિટીની સંભાવનાં છે. તો અમદાવાદમાં આજે સાંજે વરસાદની સંભાવનાં છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આવામાં ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ બની છે.

વાવાઝોડું ક્યારે આવશે તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0