મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ ફરજમાં બેદરકારી બદલ વિસનગર શહેર પોલીસના બે કર્મીને સસ્પેન્ડ કર્યા 

June 2, 2023

વિસનગર શહેર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને સારવા માટે જાપ્તા હેઠળ લાવ્યાં બાદ બંન્ને પોલીસ કર્મી રાત્રે ઘરે જતાં રહેતા આરોપી સિવિલમાંથી ભાગી ગયો 

બીજા દિવસે સવારે અન્ય પોલીસ કર્મીઓ પોતાના જાપ્તાની ફરજ બજાવવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે આરોપી કે પોલીસ કર્મચારીઓ હાજર ન હતા 

વિસનગર શહેર પોલીસ મથકના કમલેશ લાલાભાઈ રબારી અને કનુજી બાબુજી ઠાકોરને સસ્પેન્ડ કરાયાં 

Sohan Thakor મહેસાણા તા. 02- વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં બે પોલીસ કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં વિસનગર પોલીસના બે કર્મીઓ હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસ જાપ્તા હેઠળ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યાં હતા. પરંતુ રાત્રિના સમયે બંન્ને પોલીસ કર્મી ઘરે જતાં રહેતા આરોપી સિવિલમાંથી ભાગી ગયો હતો જેની જાણ મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીને થતાં આ બંન્ને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે ભાગી ગયેલા આરોપીને વિસનગર પોલીસે ઝડપી લીધો હતો.

વિસનગરના કાંસા એન.એ વિસ્તારમાં ધરતીનગર સોસાયટીમાં બે જૂથો વચ્ચે મારમારીનો બનાવ બન્યોં હતો. જેમાં નોંધાયેલી સામ સામી ફરિયાદમાં હત્યાનો પ્રયાસ કરનાર ઇજાગ્રસ્ત આરોપી સલાટ ભરતભાઇ જેણાભાઇ નામના આરોપીને વિસનગર શહેર પોલીસે ઝડપી લીધો હતો. પરંતુ તે ઇજાગ્રસ્ત હોવાથી તેની સારવાર કરવા માટે વિસનગર શહેર પોલીસ મથકના ઠાકોર કનુજી બાબુજી અને રબારી કમલેશભાઇ લાલાભાઇ નામના બે પોલીસ કોન્સ્ટેબલ આરોપી ભરત સલાટને જાપ્તા હેઠળ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યોં હતો. પરંતુ રાત્રિનો સમય થતાં આ બંન્ને પોલીસ કર્મચારીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવી આરોપી ભરતને સિવિલમાં મુકીને પોતાના ઘરે જતાં રહ્યાં હતા.

આ દરમિયાન પોતાની ફરજના ભાગરુપે આ બે પોલીસ કર્મીઓના બદલામાં વિસનગર પોલીસ મથકના અન્ય પોલીસ કર્મી સવારે આરોપીને જાપ્તામાં લેવા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પહોચ્યાં હતા. પરંતુ સિવિલ હોસ્પિટલમાં ન તો આરોપી ભરત સલાટ નજરે પડ્યો કે ન વિસનગર શહેર પોલીસના આ બંન્ને કર્મચારીઓ ત્યારે આ બાબતની જાણ વિસનગર પીઆઇને કરાતાં આ બાબતે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીને જાણ કરાતાં પોલીસવડાએ આ બંન્ને પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે વિસનગર શહેર પોલીસના અન્ય કર્મચારીઓએ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપી સલાટ ભરતને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0