અમીષા પટેલ આજકાલ ફિલ્મોમાંથી ભલે ગાયબ છે પરંતુ તે ચર્ચામાં રહેવાનો કોઇ મોકો નથી છોડતી. અમીષા અવારનવાર પોતાના બિકીની ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે જેનાથી તેને લાઇમલાઇટમાં આવતા વાર નથી લાગતી.
46ની ઉંમરમાં પણ અમીષા પટેલ કરે છે બોલ્ડનેસની તમામ હદો પાર, ધબકારો ચુકી જશો એવા છે બિકીની ફોટોઝ
કહો ના પ્યાર હૈ બાદ અમીષા કોઇ મેરે દિલ સે પૂછા, હમરાઝ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે પરંતુ આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. તેની એકમાત્ર સૌથી મોટી ફિલ્મ ગદર: એક પ્રેમ કથા હતી જેમાં તે સની દેઓલ સાથે જોવા મળી હતી. અમીષાની અપકમિંગ ફિલ્મ ગદર 2 છે, જે આ વર્ષે રિલીઝ થવા જઇ રહી છે.
અમીષાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો એક્ટ્રેસ એવો મુકામ હાંસેલ નથી કરી શકી જેની આશા હતી. અમીષાએ કહો ના પ્યાર હૈથી બોલિવૂડ ડેબ્યૂ કર્યુ હતું. ફિલ્મ સુપરહિટ હતી પરંતુ અમીષાને તેનાથી કંઇ ફાયદો ન થયો.
અમીષાની આ અદાઓ જોઈને ફેન્સના હોશ ઉડી જાય છે. તેના દરેક પોઝ દિલ ધડકાવવા માટે પૂરતા છે. ફેન્સ તેના ફોટોઝ પર એકથી એક કોમેન્ટ કરે છે.
બિકીની હોય કે સ્વિમવેર, અમીષા બોલ્ડ પ્રિન્ટ પહેરવાનું પસંદ કરે છે. તેમની આ તસવીરોમાં તેનો બિન્દાસ અંદાજ ખુલીને ઝળકે છે.
46 વર્ષની અમીષા બિકીનીમાં પોતાનું પરફેક્ટ ફિગર બતાવવામાં ખચકાતી નથી. જો તમે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નજર નાખો તો, અમીષા મોટાભાગે બિકીનીમાં પોઝ આપતી જોવા મળશે.



