બાવલુંના કલ્યાણપુરા ગામેથી એલસીબીએ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યોં 

May 31, 2023

કડી શહેરમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી દરમિયાન બાતમી મળી હતી 

મહેસાણા એલસીબીએ રુ. 26,639 કિંમતની 275 નંગ વિદેશી શરાબની બોટલનો જથ્થો ઝડપ્યોં 

Sohan Thakor- મહેસાણા તા. 31- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડી બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમિયાન કલ્યાણપુરા ગામે ઓરડીમાંથી 275 વિદેશી દારુની બોટલ કિંમત રુપિયા 26,639નો જથ્થો ઝડપી પાડ્યોં હતો. જ્યારે દારુનો વેપલો કરતો શખ્સ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ એમ.ડી.ડાભી, પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ વિજયસિંહનાઓની સાથે હે.કો, કિરણજી તથા લાલાજી, સન્નિકુમાર, રાજેન્દ્રસિંહ, જયસિંહ સહિતનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી કડી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા તે દરમિયાન વીડજ પીકઆપ બસ સ્ટેન્ડ પાસે આવતાં એલસીબીના કિરણજી તથા રાજેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

રાવળ સંજય ઉર્ફે ઠુંઠીયો દિલિપભાઇ રહે. કલ્યાણપુરા, ખોડીયાર સોસાયટી, વિમલ રોડ, તા. કડીવાળાના ઘરની પાસે વિદેશી શરાબનો જથ્થો રાખી વેપલો કરી રહ્યો છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં રુ. 26,639ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યોં હતો. જ્યારે દારુનું વેચાણ કરતો શખ્સ ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યોં હતો. બાવલુ પોલીસે બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0