મહેસાણા જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું 76.64 ટકા પરિણામ, સૌથી વધુ પિલવાઇ કેન્દ્રનું 90.13 % સૌથી ઓછું કુકરવાડા કેન્દ્રનું 58.16% 

May 31, 2023
મહેસાણા જિલ્લામા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 16343 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધણી કરાવી હતી
જેમાંથી 16308 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી બાકીના અગમ્ય કારણોસર ગેરહાજર રહ્યા હતા.
ગરવી તાકાત, મહેસાણા તા. 31- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધો.12 કોમર્સ, વ્યવસાયલક્ષી અને ઉ.ઉ.બુનીયાદી પ્રવાહનું એકંદર 73.27 ટકા પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતા આ પરિણામમાં મોટો એવો 13.64 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં મોટો ઘટાડો અને 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા પરિણામમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાં પિલવાઇ કેન્દ્રનું 90.13 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે સૌથી ઓછું કુકરવાડા કેન્દ્રનું પરિણામ 58.61 ટકા આવ્યું હતું.

ધોરણ12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે 8 કલાકે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 76.64 ટકા જાહેર થયું છે.ત્યારે વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ જોવા માટે આજે વહેલી સવારે ઓનલાઈન મારફતે ઘરે બેઠા તેમજ શાળાએ જોઇ પરિણામ જોઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 16343 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધણી કરાવી હતી. જેમાંથી 16308 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી બાકીના અગમ્ય કારણોસર ગેરહાજર રહ્યા હતા. જેમાં 23 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હતો.અને 12 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે.

મહેસાણા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં માહિતી જિલ્લામાં 23 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો,537 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો, 1626 એ B1 ગ્રેડ,2938 એ B2 ગ્રેડ, 3809 એ C1 ગ્રેડ અને 3077 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ, 477 વિદ્યાર્થીઓએ D ગ્રેડ, 12 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.

મહેસાણા જિલ્લાના કડી સેન્ટરનું 78.31 ટકા, ખેરાલુનું 86.07 ટકા, મહેસાણા એસ્ટ નું 72.83 ટકા,પિલવાઈ નું 90.13 ટકા, ઊંઝા 75.06 ટકા,વિજાપુર 67.76 ટકા,વિસનગર 72.66 ટકા, નંદાસણમાં 72.75 ટકા, સતલાસણામાં 78.77 ટકા,ગોરી સણા 90.00ટકા, ડભોડા 79.27 ટકા, વડનગર 75.07 ટકા,સરદારપુર 80.00, ખરોડ 68.59 ટકા, બિલિયા 88.64 ,મહેસાણા (west) 71.37,કુકરવાડા 58.61 ,બેચરાજી 77.72, વડું 85.06, આંબલિયાસન 88.03 ટકા પરિણામ મેળવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0