મહેસાણા ખાતે AAPના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
જનહિતના કાર્યોમાં કરવામાં આવતી બેદરકારીના નિરાકરણ માટે હેલ્પલાઇન પર સંપર્ક કરવા આહવાન કર્યું
પ્રજાની સમસ્યા માટે આમ આદમી પાર્ટીએ વોટ્સએપ નંબર 84888 11048 જાહેર કર્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 23 – ગુજરાતમાં આમ આદમી પાર્ટી તાજેતરમાં વિધાનસભાની બેઠકો પર ચૂંટણી લડી હતી અને ગુજરાતમાં લડેલી ચૂંટણીના બળ પર આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પક્ષ તરીકેની શ્રેણીમાં સ્થાન મેળવીને ગુજરાતમાં પોતાના મૂળિયા ઉંડા કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાની પ્રજાને પડતી પ્રશાસનિક સમસ્યાઓ માટે પોતાના વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યોં છે. ત્યારે મહેસાણા ખાતે જિલ્લા પ્રમુખશ્રી જયદેવસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં ભાજપ શાસનમાં થયેલ ભ્રષ્ટચાર અને તાનાશાહીના અભૂતપૂર્વ વિકાસ બાબતે સંવેદના પ્રકટ કરી હતી. તેમજ ગુજરાતમાં ભાજપ શાસનના ભ્રષ્ટાચાર અને તાનાશાહીઓથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આમ જનતાના શિક્ષણ,સ્વાસ્થ્ય, કચેરીઓમાં થતી મનમાનીઓ અને ભ્રષ્ટાચાર સહિત જનહિતના કામોમાં કરવામાં આવતી બેદરકારીઓ વગેરે જેવા પ્રશ્નો ના નિરાકરણ લાવવા માટે આમ આદમી પાર્ટીએ હેલ્પ લાઇન નંબર ૮૪૮૮૮ ૧૧૦૪૮ જાહેર કરીને આહવાન કર્યુ છે કે,
આપેલ હેલ્પ લાઇન નંબર પર મહેસાણા જીલ્લાની જનતા પોતાને પડનાર કોઈપણ પ્રકારની પ્રશાસનિક સમસ્યાઓ કે પ્રશ્નો બાબતે નિઃસંકોચ, ર્નિભયપણે રજુઆત કરી શકશે જેની વિગત સંપૂર્ણ ગુપ્ત રહેશે અને જનતાની સમસ્યાઓ કે પ્રશ્નોના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી મહેસાણા ટિમ કટિબદ્ધ હોવાનું જણાવેલ હતું.
સાથે સાથે જણાવ્યું હતું કે, સમસ્યાઓ કે પ્રશ્નો બાબતે પાર્ટી મારફતે કરવામાં આવેલ કાર્યવાહી કે લડત અંગે જે તે ફરિયાદી જનતાને માહિતગાર પણ કરતા રહેવામાં આવશે. તદુપરાંત જણાવેલું કે આમ આદમી પાર્ટી જનહિતના પ્રજાલક્ષી કામોને લઈને હમેશા આક્રમક રહેલી છે અને ભવિષ્યમાં પણ આક્રમકતાથી લડતી રહેશે.


