સ્વીફટ કારનો પીછો કરી કારમાંથી 6.41 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યોં
રાજસ્થાનના બે બુટલેગરોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યાં
ગરવી તાકાત, મહેસાણા તા. 23- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા દૂધ સાગર ડેરી પાસે આવેલા રેલવે ઘરનાળામાં વિદેશી શરાબ ભરેલી કારનો પીછો કરી કારમાંથી 1.30 લાખના શરાબના જથ્થા સાથે કુલ રુ.6,41,260નો મુદ્દામાલ પકડી બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને અટકાવવાના આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ એલસીબી સ્ટાફના પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ રાજેન્દ્રસિંહ, દિલિપસિંહ, આશાબેન, સાબીરખાન, કિરણજી, પાર્થકુમાર, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાબિરખાન તથા પાર્થકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
મહેસાણા હાઇવે પરથી વિદેશી શરાબનો જથ્થો ભરીને એક સ્વીફટ કાર જીજે૦૨-બીપી-૮૪૧૪ અમદાવાદ તરફ જઇ રહી છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબીએ દૂધ સાગર ડેરી પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન ઉપરોક્ત નંબર વાળી સ્વીફટ કાર આવતાં તેને અટકાવવાની કોશિશ કરતાં કાર ચાલકે કાર રેલવે ઘર નાળા તરફ ભગાડતાં પોલીસે તેનો પીછો કરી દૂધ સાગર ડેરીના ઘરનાળામાં કારને અટકાવી તેમાં તપાસ કરતાં કારમાં દારુ બિયરનો 1,30,560નો જથ્થા સાથે કુલ રુા. 6,41,260નો મુદ્દામાલ પકડી વિષ્ણારામ ગુલ્લારામ જાટ રહે. જાલીયા રાજસ્થાનવાળો તથા વિક્રમકુમાર ભીમારામ રબારી રહે. ભુંજેલા, શિરોહી રાજસ્થાનવાળા શખ્સને ઝડપી પાડ્યો હતો.


