લોકસભાની રણનિતીનું કાઉન્ટડાઉન, મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં 20 હોદ્દેદારો નિમાયાં 

May 10, 2023

મહેસાણા જિલ્લામાં ભાજપ દ્વારા ઉપ-પ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ સહિત 20 હોદ્દેદારોની નિમણૂંક

તાજેતરમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરની નિમણૂંક બાદ પરિવર્તનના સૂર ઉઠ્યાં હતા

ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં નવા 20 હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. તાજેતરમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઇ રાજગોરની વરણી કરવામાં આવી હતી. ત્યારે તાલુકા અને શહેર સંગઠનમાં પ્રમુખપદને બાદ કરતાં ઉપ પ્રમુખ અને મુખ્ય હોદ્દદેારોની યાદી જાહેર કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી બાદ મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં આવેલા પરિવર્તનમાં સૌથી પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જશુ પટેલને બદલી ગિરીશ રાજગોરની પસંદગી કરવામાં આવી હતી.

ગિરીશ રાજગોરની પસંદગી બાદ જિલ્લા સંગઠનમાં પરિવર્તનના સુર ઉઠ્યા હતા. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા પ્રથમ યાદી જાહેર કરી જિલ્લાના 10 તાલુકા અને સાત શહેર પ્રમુખ સિવાયના ઉપ અને મુખ્ય હોદ્દેદારોની નિમણૂક કરતા તમામ સેન્ટર ઉપર ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી અને કોષાધ્યક્ષ સહિતનાં મુદ્દા ઉપર પસંદગી કરવા નવા કાર્યકરોને તક આપવામાં આવી છે.

જેમાં ઊંઝા શહેર પ્રમુખ તરીકે નિલેશ પટેલ, ખેરાલુ તાલુકા ઉપપ્રમુખ તરીકે ભીખાભાઇ સી.સોલંકી, મહેસાણા તાલુકા ઉપપ્રમુખ તરીકે સંજયભાઇ પટેલ, સતલાસણા તાલુકા ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ મહેતા, વિજાપુર તાલુકા ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ પટેલ, મહેસાણા તાલુકા ઉપપ્રમુખ પદે જસીબેન મકવાણા, જોટાણા તાલુકા ઉપપ્રમુખ પદે ચંદ્રિકાબેન પટેલ, જ્યારે કડી તાલુકા ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

જ્યારે મહેસાણા શહેર મહામંત્રી તરીકે ડો. જે. એફ.ચૌધરી, બહુચરાજી તાલુકા મહામંત્રી તરીકે ભગાજી ટી. ઠાકોર, વડનગર તાલુકા મહામંત્રી તરીકે મહેશભાઇ એસ.પટેલની પસંદગી કરવામાં આવી છે.  તેમજ મંત્રી પદની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં મંત્રી વિસનગર તાલુકા ભાજપ મંત્રી તરીકે કમલેશભાઇ પટેલ, ખેરાલુ તાલુકા મંત્રી પદે ગીતાબેન કે પ્રજાપતિ,, મહેસાણા તાલુકા મંત્રી પદે દેવેન્દ્ર ઠાકોર, વિસનગર શહેર મંત્રી પદે ચેતનાબેન દવે, કડી શહેર મંત્રી પદે લતાબેન ખમાર, મહેસાણા શહેર મંત્રી પદે ચંદ્રિકાબેન પટેલ, વિજાપુર તાલુકા મંત્રી તરીકે નારણભાઇ પહાડિયા અને વિજાપુર તાલુકા મંત્રી પદે મિતલબેન પટેલની પસંદગી કરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0