મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે પોલીસ પકડથી નાસતાં ફરતાં બે આરોપીને ઝડપ્યાં 

May 4, 2023

અમદાવાદ ઈસનપરુ પોલીસ સ્ટેશનમાાં છેતરપીંડીના બે ફરાર આરોપી ઝડપાયાં 

ગરવી તાકાત, મહેસાણા તા. 04-  અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી છેતરપિંડીના ગુનામાં બે ફરાર આરોપીઓને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે સોમનાથ રોડ પાસેથી ઝડપી પાડ્યાં હતા.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ વચગાળાના જામીન ઉપર છૂટેલા નાસતાં ફરતાં આરોપીઓને પકડવાના આપેલા આદેશ અનુસાર મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ PSI એ.એન.દેસાઈ, HC જયદિપસિંહ, UPC કાનજીભાઇ, APC ભગુભાઇ, UPC રવિકુમાર, DPC જીગ્નેશભાઇ સહિત અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન UPC રવિકુમાર તથા UPC કાનજીભાઇ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,

અમદાવાદ શહરે ના ઈસનપરુ પોલીસ સ્ટેશન ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), ૧૧૪ મજુ બના ગુનામાાં નાસતા-ફરતા આરોપીઓઃ (૧) પરમાર દિપકકુમાર નરોત્તમભાઇ (૨) જયદિપકકુમાર રહે નશવ હરે ટીઝ સોસાયટી, સિદ્ધાર્થ સ્કૂલ પાસે સોમનાથ રોડ મહેસાણાવાળો હાલ સોમનાથ રોડ ઉપર ગરનાળા પાસેઉભો હોવાની મળેલ હકીકત આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ફરાર બંન્ને આરોપીને ઝડપી પાડી અમદાવાદ ઇસનપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0