બાસણાના સનસનાટીભર્યા યુવતિના હત્યાંકાંડ બાદ વધુ એક યુવતિની હત્યાથી ચકચાર

May 3, 2023

વડસ્મા ફાર્મસી કોલેજની લેબમાં વિદ્યાર્થિનીની હત્યા

રિસર્ચ લેબમાં હત્યા કરી તે પહેલાં લેબમાં જતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા.

વડસ્મા ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીની હત્યા મામલે લાંઘણજ પોલીસે આરોપી યુવકની અટકાયત કરી

મહેસાણાઃ વડસ્મા ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીની હત્યા મામલે લાંઘણજ પોલીસે આરોપી યુવકની અટકાયત કરી છે. લાંઘણજ પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિસર્ચ લેબમાં હત્યા કરી તે પહેલાં લેબમાં જતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા.

યુવકની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, યુવક યુવતીને પ્રેમસંબંધ માટે દબાણ કરતો હતો. ત્યારે યુવતીને લેબમાં લઈ જઈ નાક-મોઢું દબાવીને હત્યા કરી નાંખી હતી. સત્સંગી સાંકેતધામ રામ આશ્રમ ગ્રુપ ઇન્સ્ટીટ્યૂટ કોલેજની નવી બની રહેલી રિસર્ચ લેબના નં-૨માં યુવતીની હત્યા કરી વિદ્યાર્થી યુવક ફરાર થઈ ગયો હતો. ત્યારે હાલ પોલીસે આરોપી પ્રવિણ ગાવિત વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 

જિલ્લાના ઉમરગામ તાલુકાના કચીગામની એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મહેસાણાના વડસ્માની એક ફાર્મસી કોલેજમાંથી મળી આવ્યો હતો. જો કે, શરૂઆતમાં વિદ્યાર્થિનીએ દવા પીને આપઘાત કર્યો હોવાની વાતો વહેતી થઈ હતી. પરંતુ દીકરીના મોત મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. એક યુવકના નામ જોગ પરિવારે આક્ષેપ કરી તેમની દીકરીએ આત્મહત્યા નહીં પરંતુ દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે અને આ મામલામાં તટસ્થ તપાસ કરી ન્યાયની માગ કરી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કચીગામની તિતિક્ષા નટુભાઈ પટેલ નામની એક વિદ્યાર્થિની મહેસાણાના વડસ્મામાં આવેલી સત્સંગી સાકેતધામ રામ આધ્રં ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ વડસ્મા દ્વારા સંચાલિત ફાર્મસી કોલેજમાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિનીનો મૃતદેહ કોલેજની જ નિર્માણાધિન લેબોરેટરીમાંથી મળી આવ્યો હતો. કોલેજ સંચાલકોએ મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોને આ ઘટનાની જાણ નહોતી કરી. પરંતુ મૃતક વિદ્યાર્થિનીના મોબાઈલ નંબરથી જ બનેલા એક વોટ્સએપ ગ્રુપમાંથી પરિવારજનોને જાણ થતા પરિવારજનો તાત્કાલિક મહેસાણા પહોંચ્યા હતા.

ત્યાં પહોંચીને તપાસ કરતા તેમની દીકરીનો મૃતદેહ હોસ્ટેલની બાજુમાં લેબોરેટરીમાંથી જ મળી આવ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે, તેમની દીકરીના મોત મામલે કોલેજ સંચાલકો દ્વારા ગંભીર બેદરકારી દાખવામાં આવી હતી અને ત્યાં પહોંચેલા પરિવારજનોને કોલેજ સંચાલકો તરફથી કોઈપણ જાતનો સહકાર પણ ના આપ્યો  હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. શરૂઆતમાં આ મામલે તૃતિક્ષા પટેલે દવા પીને આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરિવારજનો તિતિક્ષાએ આત્મહત્યા કરી હોવાનું માનવા તૈયાર નથી અને તેમની દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. આ ઉપરાંત કોલેજ સંચાલકો પણ ભીનું સંકેલવા માગતા હોય તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા છે.

તેથી પરિવારજનો ગંભીર આક્ષેપ કરે છે કે, મૃતક વિદ્યાર્થિનીનો મોબાઇલ પ્રણવ નામનો યુવક ઉપયોગ કરી રહ્યો હતો અને તિતિક્ષાના મોત મામલે તપાસને ગેરમાર્ગે દોરવા તિતિક્ષાના જ નંબર પરથી સ્ક્રીનશોટ વાયરલ કરી અને સમગ્ર મામલાને અલગ સ્વરૂપ આપવામાં પ્રયાસ કર્યો હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. વધુમાં મૃતક વિદ્યાર્થિની સાથે બળજબરી થઈ હોય તેવા પણ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. આથી આ મામલામાં ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવામાં આવે અને તેમની દીકરીને ન્યાય મળે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે.

તિતિક્ષા પટેલના મોત મામલે મહેસાણા પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે. તિતિક્ષાની લાશ મળી ત્યારથી તેની સાથે અભ્યાસ કરતો પ્રણવ નામનો વિદ્યાર્થી ગુમ હતો જેને શોધવા પોલીસે તપાસ કરી હતી. જો કે મૃતક તિતિક્ષા અને જેના પર આક્ષેપ થઈ રહ્યા છે તે પ્રણવ નામનો વિદ્યાર્થી વલસાડ જિલ્લાના જ રહેવાસી છે અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.

આ મામલામાં કોલેજ સંચાલકોની પણ ગંભીર બેદરકારી હોવાના પરિવારજનો આક્ષેપ કરી તટસ્થ તપાસ કરી તેમને ન્યાય આપવામાં આવે તેવી પરિવારજનો માગ કરી રહ્યા છે. આથી હવે તિતિક્ષા પટેલના મોત મામલે એક નવો વળાંક આવ્યો છે અને પરિવારજનોના આક્ષેપ બાદ તિતિક્ષા સાથે અજુગતું બન્યું હોય તેવી આશંકા વ્યક્ત કરી પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે.

વોટ્સએપ ગ્રુપમાં ફોટા ફરતા થયા હતા

તિતિક્ષા પટેલ સાથે વલસાડ જિલ્લાના જોગવેલ ગામનો પ્રણવ ધનસુખ ગાવિત નામનો વિદ્યાર્થી પણ અભ્યાસ કરતો હતો. આથી પરિવારજનોએ પ્રણવના નામજોગ આક્ષેપ કરી અને પોતાની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતક તિતિક્ષા પટેલના ગુમ થયા બાદ તેના જ મોબાઈલ નંબરથી એક whatsapp ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. તેના whatsapp ગ્રુપમાં મૃતક તિતિક્ષા પટેલ અને પ્રણવ વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રિનશોટ ગ્રુપમાં મૂકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મૃતક વિદ્યાર્થિનીના અંતિમ સંસ્કાર સુધી મૃતકના મોબાઈલ નંબરથી જ એ whatsapp ગ્રુપ પર મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0