બાવલુંમાં નોંંધાયેલી અપહરણની ફરિયાદમાં મહેસાણા એસઓજીએ થોળ બજારમાંથી સગીરાને શોંધી કાઢી

April 23, 2023

ચુંવાળ ડાંગરવાનો શખ્સ 14 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો 

સગીરાના પિતાએ ભગાડી જનાર શખ્સ વિરુદ્ધ  બાવલું પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી 

મહેસાણા એસઓજીની ટીમે સગીરાના પિતાને બાવલું પોલીસ સ્ટેશને બોલાવી તેમની દિકરીને સોંપી 

 ગરવી તાકાત, મહેસાણા તા. 23 –  કડીના ચંદનપુરાની 14 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી ચુંવાળ ડાંગરવાનો શખ્સ બાવલું પંથકમાંથી અપહરણ કરી ગયો હતો. જેને પગલે બાવલું પોલીસ મથકે સગીરાના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જે સગીરાની માહિતી મહેસાણા એસઓજી ટીમને મળતાં સગીરાને કડી તાલુકાના થોળ ગામના બજારમાંથી પકડી લઇ તેના પિતાને સોંપી અપહરણનો ભેદ ઉકેલ્યોં હતો. જ્યારે ફરાર અપહરણના આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. 

મહેસાણા જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ અપહરણના ગુના ઉકેલવાના આપેલા આદેશ અનુસાર એસઓજી પીઆઇ એ.યુ. રોઝના નેતૃત્વ હેઠળ મહેસાણા એસઓજીની ટીમના પીએસઆઇ એન.પી. પરમાર, રાજસિંહ, જયદેવસિંહ, મનિષકુમાર, જયેશકુમાર વગેરે સ્ટાફના માણસો પોલીસ બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન

હે.કે. રાજસિંહ તથા મનિષકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, કડીના ચંદનપુરાની 14 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે અપહરણ કરી આરોપી કેતનભાઇ બબાભાઇ બજાણીયા રહે. ચુંવાળ તા. ડાંગરવાવાળો જે સગીરાને ભગાડી ગયો હતો તે સગીરા હાલમાં થોળ ગામે બજારમાં ઉભી છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલિક થોળ ગામે બજારમાં પહોંચી બતાવેલ જગ્યા પરથી સગીરાને પકડી લઇ બાવલું પોલીસ સ્ટેશન લઇ જઇ તેણીના પિતાને બોલાવી સોંપવામાં આવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0