મહેસાણા એલસીબીની ટીમે કડીના બલાસરમાંથી ૯૬,૪૦૦નો દેશી દારૂનો જથ્થો ઝડપાયો
બલાસર ગામે બાવળની ઝાડીઓમાં મોટા પ્રમાણમાં દેશી દારુ ગાળવાનો ૭૬,૪૦૦નો વોશનો જથ્થો ઝડપ્યોં
બલાસરમાં વિવિધ બે જગ્યાએથી દેશી દારૂનો ૨૦,૫૦૦ તથા ૫૦,૪૦૦ની કિંમતનો જથ્થો ઝડપાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 21 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડી તાલુકાના બલાસર ગામે આવેલી બાવળની ઝાડીઓમાં દેશી દારૂ ગાળવા તૈયાર કરેલા વોશ કિંમત રૂા. ૭૬,૪૦૦ તથા દેશી દારુ કિંમત ૨૦૫૦૦ મળી કુલ રૂા. ૯૬,૯૦૦ના મુદ્દામાલ સાથે દેશી દારુનો મોટા પાયે વેચાણ કરનાર શખ્સોને ઝડપી પાડી મોટા દેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. 
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના પ્રોહિબીશનના ગુના આચરતાં શખ્સોને ઝડપી પાડવા આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ આશાબેન, રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, સાબિરખાન, પિયુષભાઇ, કિરણજી, સંજયભાઇ, ભાવિકભાઇ, પાર્થકુમાર, અક્ષયસિંહ સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવીને કડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાબિરખાન તથા ભાવિકભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
બલાસર ગામે ઠાકોર ગોપાળજી હેમાજીના રહેણાંક મકાનની પાસે આવેલી બાવળની ઝાડીઓમાં દેશી દારુ ગાળવાનો વોશ તૈયાર કરી દેશી દારુ બનાવી તેનો વેપાર કરી છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ કડી તાલુકાના બલાસર પહોંચી ઓચિંતી રેઇડ કરતાં બાવળની ઝાડીમાં આશરે ૧૦૦ મીટરના ઘેરાવામાં જમીનની અંદર માટીમાં વોશ ભરેલ પીપ સહિત ૨૬૦૦૦ હજારનો મળી આવ્યોં હતો.
આ રેઇડ દરમિયાન એએસઆઇ રાજેન્દ્રસિંહ તથા દિલીપસિંહને ખાનગી બાતમી મળી હતી કે, ઠાકોર કનુજી ઉર્ફે બગુ ઇશ્વરજી રહે. બલાસર તા. કડીવાળો પોતાના રહેણાંક મકાનમાં દેશી દારુ રાખી વેપાર કરે છે. જે બાતમીના આધારે રેઇડની કામગીરી પૂર્ણ કરી ઠાકોર કનુજીને ત્યાં રેડ કરતાં તેના મકાનમાંથી ૨૦,૫૦૦ની કિંમતનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યોં હતો.
જ્યારે આ રેઇડ દરમિયાન એલસીબીના કિરણજી તથા સંજયભાઇને વધુ બાતમી મળી હતી કે, ઠાકોર બદાજી વિરાજી તથા ઠાકોર મહેશજી રમણજી રહે. જવાનપુરા બલાસરવાળો બંન્ને દેવુસણા જવાના રોડ પાસે આવેલી ગુગલી તળાવની પાળે તથા તળાવની પાસે આવેલ ખેતરના શેઢા ઉપર દેશી દારુ ગાળવાનો વોશ રાખી દેશી દારુ ગાળી વેપાર કરી રહ્યા છે. જે બાતમીના આધારે રેઇડ કરતાં ૫૦૪૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યોં હતો. આમ મહેસાણા એલસીબીએ કડીના બલાસરમાંથી ત્રણે જગ્યાએ ત્રાટકી દેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
દેશી દારુના વેપારમાં સંડોવાયેલા આરોપીઓ
ઠાકોર ગોપાળજી હેમાજી રહે. બલાસર તા. કડી
ઠાકોર કનુજી ઉર્ફે બગુ ઇશ્વરજી રહે. બલાસર તા. કડી
ઠાકોર બદાજી વિરાજી રહે. જવાનપુરા બલાસર તા. કડી
ઠાકોર મહેશજી રમણજી રહે. જવાનપુરા બલાસર તા. કડી


