મહેસાણા દલિત સમાજના આગેવાનો દ્વારા બાઇક રેલી યોજી બાબા સાહેબને શ્રદ્ધાસુમન પાઠવ્યાં
બંધારણના ઘડવૈયા અને દલિતોના મસિહા બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ
ગરવી તાકાત, મહેસાણા તા. 14 – મહેસાણા જિલ્લામાં સહિત શહેરમાં પણ બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે રેલી યોજી તેમની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કરવમાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા અને દલિત સમાજના પ્રણેતા દેશમાં મહત્વનું યોગદાન પ્રદાન કરનાર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઠેર ઠેર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દેશ માટે આપેલા તેમના પ્રદાનને યાદ કરી તેમની યશગાથા વર્ણવામાં આવી હતી. આ પ્રસંગે ઠેર ઠેર બાબા આંબેડકર સાહેબના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 
મહેસાણા શહેર અને જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકરની 132 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પ્રસંગે મહેસાણા દલિત સમાજના આગેવાનો દ્વારા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર મહેસાણા શહેરમાં બાઇક સવારીમાં નીકળી હતી. જ્યારે મહેસાણા શહેરમાં આવેલી તમામ બાબા સાહેબ આંબડેકરની પ્રતિમાની સાફ સફાઇ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આાવી હતી.
બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા અને માનવ અધિકાર આંદોલનના મહાન વિદ્વાન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ દર વર્ષે 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. ડૉ. આંબેડકરની જન્મજયંતિ પર, જન કલ્યાણમાં તેમના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરવામાં આવે છે. તેઓ બાળપણથી જ સામાજિક ભેદભાવનો શિકાર હતા. આ જ કારણ હતું કે સમાજ સુધારક બાબા ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર લોકોના અધિકારો માટે લડ્યા. આ વર્ષે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
ડૉ. ભીમરાવ આંબેડકરે પોતાનું આખું જીવન નબળા અને પછાત વર્ગને સમાન અધિકારો આપવા, જાતિ પ્રથાનો સખત વિરોધ કરીને સમાજમાં સુધારા લાવવા માટે સમર્પિત કર્યું. આ જ કારણ છે કે બાબા સાહેબની જન્મજયંતિને ભારતમાં સમાનતા દિવસ અને જ્ઞાતિ ભેદભાવ અને દમન જેવા સામાજિક દુષણો સામે લડવા માટે જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે જાતિ પ્રથાનો સખત વિરોધ કરીને સમાજને સુધારવાનું કામ કર્યું છે.
14 એપ્રિલ 1981ના રોજ, મધ્ય પ્રદેશના મહુમાં, રામજી માલોજી સકપાલ અને ભીમાબાઈએ તેમના સૌથી નાના બાળકને જન્મ આપ્યો, જેનું નામ ભીવા રામજી આંબેડકર હતું. બાબાસાહેબ તરીકે ઓળખાતા, આંબેડકર 14 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. ડૉ. આંબેડકર અસ્પૃશ્ય ગણાતી મહાર જાતિના હતા. આવી સ્થિતિમાં તેમણે બાળપણથી જ ભેદભાવ અને સામાજિક વિમુખતામાંથી પસાર થવું પડ્યું હતું.


