આર એન્ડ બી વિભાગના તત્કાલિન અધિકારી આર.વી.પટેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઢળી પડ્યાં 

April 5, 2023

લાંઘણજ રોડ બનાવવાની બાબતે ચાલતાં કેસમાં આજે મહેસાણા કોર્ટમાં હાજર થવાનું હતું 

એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઢળી પડતાં હોસ્પિટલ ખસેડાયા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા 

ગરવી તાકાત, મહેસાણા તા. 05- અગાઉ મહેસાણાના માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતાં તત્કાલિક અધિકારી આર.વી. પટેલ પર લાંઘણજ રોડ બનાવવા બાબતે કેસ થયેલ હતો જેમાં આર.વી.પટેલને અગાઉ જામીન પણ મળી ગયા હતા ત્યારે તેઓને આજે ત્રણ વાગ્યે કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ તેઓ સીધા કોર્ટમાં હાજર થવાના બદલે પહેલા મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોચ્યાં હતા જ્યાં તેઓ ખુરશીમાં બેઠા બેઠા એકાએક ઢળી પડતાં પોલીસે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કરતાં આ ઘટના પોલીસ માટે ભારે ચર્ચાનો વિષય બની હતી. 

મહેસાણા એ.ડિવિઝન પોલીસ સ્ટેશન ફરી ચર્ચાનો વિષય બનવા પામ્યું છે. મહેસાણાના આર એન્ડ બી વિભાગમાં ફરજ બજાવતાં તત્કાલિકન અધિકારી આર.વી.પટેલની અગાઉ થયેલા લાંઘણજ રોડ બનાવવા બાબતના કેસમાં કોર્ટમાં હાજર રહેવાનું હોઇ જેથી આર.વી.પટેલ પોતાનું વાહન લઇને ત્રણ વાગ્યે તેમના વકીલ સાથે મહેસાણા કોર્ટમાં હાજર થવાના હતા. પરંતુ તે અગાઉ આર.વી.પટેલ મહેસાણા એ.ડિવિઝન પોલીસ સ્ટેશનને પહોચ્યાં હતા જ્યાં ખુરશી પર બેઠા હતા તે દરમિયાન તેઓ અચાનક ખુરશીમાં બેઠા બેઠા ઢળી પડ્યાં હતા તેમના હાથમાં રહેલો ફોન પર નીચે પટાકાયો હતો.

આ ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓમાં હલચલ મચી જવા પામી હતી અને તેઓને બેભાન અવસ્થામાં તાત્કાલિક પોલીસ દ્વારા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જયાં હાજર તબીબે આર એન્ડ બી વિભાગના તત્કાલિકન અધિકારી આર.વી.પટેલને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારના સંબંધી લાયન્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતા. હાલ આર.વી.પટેલની લાશને મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં રાખવામાં આવેલ છે જ્યારે મહેસાણા એ.ડીવિઝન પીઆઇ વાઘેલા લાશના પોસ્ટમાર્ટમ માટે અમદાવાદ લઇ જવાની તજવીજ હાથ ધરી હતી.

આર.વી.પટેલ મહેસાણા કોર્ટમાં હાજર થવાનું હતું તો મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશને કેમ પહોચ્યાં? 

અત્રે નોંધનીય બાબત છે કે, આર. એન્ડ બી વિભાગના તત્કાલિકન અધિકારી આર.વી.પટેલને આજે ત્રણ વાગ્યે કોર્ટમાં હાજર થવાનું હતું તો પછી તેઓ મહેસાણા એ. ડિવિઝન પોલીસ સ્ટેશને કેમ પહોચ્યાં હતા. લાંઘણજની રોડ બાબતની કેસમાં અગાઉ આર.વી.પટેલને મહેસાણા કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ત્યારે આજે તેઓને કોર્ટમાં પહોંચવાનું હતું ત્યારે કોર્ટમાં પહોંચવાને બદલે આર.વી.પટેલ સીધા મહેસાણા એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેમ પહોચ્યાં આ બાબતને લઇને અનેક શંકા કુશંકાઓ સેવાઇ રહી છે. જેને લઇને ફરી એકવાર મહેસાણા એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ચર્ચાનો વિષય બનવા પામ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0