ઊંઝાનું માર્કેટયાર્ડ વરિયાળીની ધૂમ આવકથી ઉભરાયું 

April 5, 2023

જીરુંના રૂપિયા 5500 થી રૂપિયા 7360 પડયા, એક્સ્ટ્રા ગ્રીન સુપર વરિયાળીના ભાવ 4500 થી 4700

માર્કેટ યાર્ડ શરૂ થતાની સાથે જ વરિયાળીની 10 હજાર બોરીની આવક નોંધાઇ હતી

ગરવી તાકાત, મહેસાણા તા. 05- મહેસાણામાં માર્ચ એન્ડિંગને લઈ એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ જે એક સપ્તાહથી બંધ હતું. સોમવારથી ફરી ધમધમતું થયું છે. માર્કેટ યાર્ડ શરૂ થતાની સાથે જ વરિયાળીની 10 હજાર બોરીની આવક નોંધાઇ હતી. પરંતુ વરિયાળીમાં ઉપરના ભાવથી રૂપિયા 800 થી 900 નો કડાકો જોવા મળ્યો હતો. ભાવ ઘટતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. 

મહેસાણા સહિત સમગ્ર ગુજરાત અને રાજસ્થાનથી જીરું સહિતનો પાક વેચવા ખેડૂતો ઉમટી પડ્યા હતા. સપ્તાહ બાદ પુનઃ હરાજી શરૂ થતાં જીરું, વરિયાળી, ઇસબગુલ અને અજમા સહિત મસાલા પાકોની નોંધપાત્ર આવક રહી હતી. ઊંઝામાં જીરુ અને વરિયાળીની ધૂમ આવક થઇ રહી છે. ઊંઝા યાર્ડમાં વરિયાળીનો માલ વેચવા રાજસ્થાનના ખેડૂતો પણ આવી રહ્યા છે.

વેપા૨ીના જણાવ્યા મુજબ વરિયાળીની 10,000 બોરીની આવક થઈ છે. જેના હલકા માલના 1800 થી 2000 રૂપિયા, મધ્યમ માલના 2200 થી 2500 રૂપિયા જ્યારે બેસ્ટ ક્વોલિટી માલના 2800 થી 3000 રૂપિયા બોલાયા હતા. આબુરોડ સુપર માલના 3500 થી 4000 જ્યારે એક્સ્ટ્રા ગ્રીન સુપર માલના 4500 થી 4700 રૂપિયા બોલાયા  હતા. માર્ચ એન્ડીંગ બાદ ખુલેલા ઊંઝા માર્કેટ યાર્ડમાં ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો જીરું સહિતના પાકો વેચાણ અર્થે લઇને ઉમટી પડ્યા છે. જીરૂના ઊંચા ભાવ 5500 રૂપિયા પ્રતિ મણ અને નીચો ભાવ 7360 રૂપિયા સુધીનો નોંધાયો હતો

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0