અશોક ચૌધરીના નેતૃત્વમાં દૂધ સાગરના પાંચ લાખ પશુપાલકોને વધુ એક ભેટ 

March 31, 2023

તારીખ 1 એપ્રિલથી દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો

દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ 26 માસમાં 140 રુપિયાનો વધારો કર્યો   

આ ભાવ વધારાથી મહિને સાત કરોડ અને વાર્ષિક 84 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે

ગરવી તાકાત, મહેસાણા તા. 31 –  મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના નેતૃત્વમાં દૂધ સાગર ડેરીના પશુપાલકોના હરહંમેશ હિતને ધ્યાનમાં લઇને અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેમાં આવતી કાલે 1 એપ્રિલથી દૂધના ખરીદ ભાવમાં 20  રુપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યોં છે. દૂધ સાગર ડેરીના આ ભાવ વધારાથી મહિને સાત કરોડ અને વાર્ષિક 84 કરોડ દૂધ ઉત્પાદકોને વધુ મળશે. આ ભાવ વધારાથી દૂધ સાગર ડેરીના પાંચ લાખ પશુપાલકોને લાભ મળશે.  અત્રે મહત્વની બાબત છે કે, દૂધ સાગર ડેરીનું નેતૃત્વ સંભાળ્યાં બાદ અશોક ચૌધરી દ્વારા છવ્વીસ માસ દરમિયાન દૂધના ભાવમાં કિલો ફેટે 140 રુપિયાનો વધારો કરવામાં આવ્યોં છે. 

દૂધ સાગર ડેરીના પશુ પાલકો માટે આનંદનાં સમાચાર આપ્યા છે. દૂધ સાગર ડેરી દ્વારા દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિલીટર 20 રૂપિયાનો વધારો અપાયો છે. સાથે જ દૂધસાગર ડેરી 1લી એપ્રિલ  દૂધનો નવો ખરીદભાવ અમલમાં આવશે. આ ભાવ વધારાથી દૂધ સાગર ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને સીધો ફાયદો થશે.

 મહેસાણા દૂધ સાગર ડેરી ખાતે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દૂધ સાગર ડેરી દ્વારા દૂધનાં ખરીદ ભાવ પ્રતિ કિલો અગાઉ 770 આપવામાં આવતા હતા જેમાં 20 રૂપિયાનો વધારો કરી હવે દૂધનો નવો ખરીદ ભાવ 790 રૂપિયા ચુકવવામાં આવશે. આવતીકાલે 1લી એપ્રીલથી સવારથી દૂધનો નવો ખરીદભાવ અમલમાં આવશે. આ ભાવ વધારાથી અમૂલ સાથે સંકળાયેલા લાખો પશુપાલકોને સીધો ફાયદો થશે. હાલમાં દૂધના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, ધાસચારાનાં ભાવ પણ વધ્યા છે, તેવા સમયે ખેડુતોને પશુપાલન વ્યવસાયમાં પોષણક્ષમ ભાવ મળે અને તેઓ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા રહે તે માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0