ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડતી મહેસાણા એલસીબી

March 28, 2023

એલસીબીએ પકડેલા આરોપીને ખેડબ્રહ્મા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી

ગરવી તાકાત, મહેસાણા તા. 28 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહેસાણા બાયપાસ હાઇવે પર પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો શખ્સ મહેસાણા સુવિધા સર્કલ પાસે ઉભો હોવાની બાતમીના આધારે ઘટના સ્થળ પર પહોંચી દબોચી લઇ ખેડબ્રહ્મા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના કરેલા આદેશ મુજબ એલસીબીના એએસઆઇ ડાહ્યાભાઇ, નિલેશભાઇ, સન્નીકુમાર, આકાશભાઇ સહિત સ્ટાફના માણસો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના નુગર બાયપાસ હાઇવે પર પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન નિલેશભાઇ તથા શૈલેષભાઇને ખાનગી બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી મહેન્દ્રભાઇ રતીલાલ શાહ રહે. મહેસાણા આઝાદ ચોક, જૈન ઉપાશ્રયની પાસે, હાલમાં સુવિધા સર્કલ કોલેજ રોડ પાસે ઉભેલ છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી નાસતાં ફરતાં શખ્સને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0