અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીની એક હોટલમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી 

March 26, 2023

ભોજપુરી સિનેમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ફેન્સ શોક્ડ  થઈ ગયા

ઈન્સ્ટાગ્રામ પર આકાંક્ષા દુબેના 1.7 મિલિયન ફોલોઅર્સ છે

ગરવી તાકાત, તા. 26 – ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ એટલે આકાંક્ષા દુબે…અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી છે. એવું કહેવાય છે કે સારનાથ પોલીસ મથક હદમાં આવેલી સોમેન્દ્ર હોટલમાં આ મોડલ અને અભિનેત્રીએ ગળે ફાંસો ખાઈને જીવ દઈ દીધો. અત્રે જણાવવાનું કે આકાંક્ષા પરસીપુરની રહીશ હતી.

ભોજપુરી સિનેમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ફેન્સ શોક્ડ  થઈ ગયા છે. બીજી બાજુ તેના પરિજનો પણ સમજી શકતા નથી કે અચાનક આકાંક્ષાએ આખરે આટલું મોટું પગલું કેમ ભર્યું? આકાંક્ષા દુબેને નજીકથી ઓળખનારા લોકોના જણાવ્યાં મુજબ ત્રણ વર્ષની ઉંમરે પેરેન્ટ્સ સાથે તે મુંબઈ શિફ્ટ થઈ હતી. તેના પેરેન્ટ્સ તેને આઈપીએસ ઓફિસર બનાવવા માંગતા હતા. પરંતુ તેના મનમાં હંમેશાથી ડાન્સ અને એક્ટિંગ રમ્યા કરતા હતા. આ જ કારણે તેણે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય લીધો હતો.

આકાંક્ષા દુબે એક હોનહાર અભિનેત્રી હતી. તે 21 ઓક્ટોબરના રોજ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરતી હતી. તેણે વીરો કે વીર, અને કસમ પેદા કરનેવાલે કી 2 જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આકાંક્ષા સોશિયલ મીડિયા ઉપર પણ સતત એક્ટિવ રહેતી હતી. ઈન્સ્ટાગ્રામ પર આકાંક્ષા દુબેના 1.7 મિલિયન ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ લગભગ 19 કલાક પહેલાની છે. જેમાં તે બ્લેક ટોપ અને બ્લ્યુ જીન્સમાં જોવા મળે છે. આ વીડિયોમાં તે પોતાના ફોન સાથે એક ગીત પર નાચી રહી છે. આ વીડિયો જોઈને કોઈને પણ એમ ન લાગે કે આવી મસ્તીભર્યા વીડિયોને પોસ્ટ કર્યા બાદ આકાંક્ષા દુબે સ્યુસાઈડ જેવું પગલું ભરી શકે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0