જેલમાંથી પકડાયેલી પ્રતિબંધિત વસ્તુ બદલ જેલ અધિકારીઓની માત્ર બદલી કરાશે કે સસ્પેન્ડ

March 25, 2023

જનતા જર્નાદનનો ગૃહમંત્રી હર્ષ સંઘવીને સવાલ જાંબાજ ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી જવાબદાર જેલના અધિકારીઓ સામે કાયદેસરના કાયદાનું શસ્ત્ર ઉગામી ઉત્તમ દાખલો બેસાડશે ? 

ગરવી તાકાત, મહેસાણા, તા. 25 – જેલમાંથી ઝડપાયેલી પ્રતિબંધિત વસ્તુઓ બદલ હર્ષ સંઘવી જવાબદાર જેલના અધિકારીઓની માત્ર બદલી કરશે કે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરશે ગુજરાતની જનતા જર્નાદનમાં ભારે ચર્ચાનો વિષય બન્યોં છે.  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ રાજ્યની 17 જેલોમાં સ્થાનિક પોલીસની મદદથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિવિધ જેલોમાંથી તંબાકુ, ગુટકા, મસાલા, બિડી, સિગારેટ, મોબાઇલ, ગાંજાના પેકેટ સહિતના માદક પદાર્થો સરપ્રાઇઝ ચેકિંગ દ્વારા હાથ લાગ્યાં છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે જે જેલોમાંથી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપી પાડવામાં આવી છે તે જેલોના જવાબદાર અધિકારીઓ સામે ગૃહ રાજ્યમંત્રી કેવા પગલાં ભરે છે તે મહત્વનો વિષય છે. 

ગુજરાતની જેલોમાં ગેરકાયદેસર વસ્તુઓ પકડાઇ તેમની અહીંથી તહી તબાદલો કરવાની માત્ર કૂણા વલણરુપી  એકશન લેવાય છે કે પછી એક જાંબાજ ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી જવાબદાર જેલના અધિકારીઓ સામે કાયદેસરના કાયદાનું શસ્ત્ર ઉગામી એક દાખલો બેસાડે છે કે હવે ગુજરાત ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજમાં જે તે જેલોમાં ચાલતી જલસા પાર્ટીઓ તેમજ પ્રતિબંધિત વસ્તુઓના પ્રવેશ માટે કોઇ સ્થાન કે અવસર નથી અને જવાબદાર જેલના અધિકારીઓ સામે કડક પગલા ભરી સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું..

બાકી તો વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ આ પ્રકારના જેલોમાં સરપ્રાઇઝ ચેકિંગ બાદ ફરીથી પરિસ્થિતિ જેમની તેમ નિર્માણ થઇ જતી હોય છે અને ગુજરાતની જેલોમાં કરવામાં આવેલું આ સરપ્રાઇઝ ચેકિંગ માત્રને માત્ર તુત સાબિત થશે. પરંતુ જો જેલના અધિકારીઓ સામે ગૃહમંત્રાલય દ્વારા કડક પગલાં લેવાશે તો જેલમાં બંધ કેદીઓને અપાતી ગેરકાયદેસ સવલતો સામે જેલના જવાબદાર અધિકારીઓમાં ખોફ પેદા થશે અને આવી પ્રવૃતિઓ પર રોક લાગશે.

કઈ કઈ જેલમાંથી શું શું મળ્યું

– સુરતની લાજપોર જેલમાંથી તમાકુ, ગુટખા મળી આવ્યા… ઓશીકાની અંદરથી ગુટખાની પડીકીઓ મળી…

– અમદાવાદ જેલમાંથી ગાંજાના કુલ 65 પેકેટ ઝડપાયા…. જેલકર્મીઓ કેદીઓને મોબાઇલ આપતા હોવાનું  ખુલ્યું

– વડોદરામાં સેન્ટ્રલ જેલમાંથી બીડી, તમાકુ, ગુટકા મળી આવ્યા

– મહેસાણા જિલ્લા જેલમાં દરોડાની કામગીરી પૂર્ણ….. જિલ્લા પોલીસ વડાની હાજરીમાં કરાઈ તપાસ…..પોલીસ કાફલો જેલમાંથી રવાના….મહેસાણાની જેલમાં કંઈપણ વાંધાજનક મળ્યુ ન હોવાની માહિતી…..

– નડિયાદ પાસેની બિલોદરા જેલમાં બે ફોન મળી આવ્યા….

– નર્મદા જિલ્લા જેલમાંથી તમાકુ, બીડી, બેટ, ચપ્પુ મળી આવ્યું……

ગુજરાતની 17 જેલોના સરપ્રાઇઝ ચેકિંગની જવાબદારી સ્થાનિક પોલીસ અધિકારીઓને સોંપી ક્યાંક બિલાડીને દૂધનું રખોપું તો નથી સોંપાયું 

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ રાજ્યની જેલોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી જેલમાં ચાલતી પ્રતિબંધિત વસ્તુઓ ઘુસાડવાની અને જલસા પાર્ટી બાબતે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં મોટા ભાગની જેલોમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ટીમ દ્વારા સર્ચ ઓપરેશનની જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં જે તે જિલ્લા પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ કરાયેલા આ ઓપરેશનમાં ક્યાંક દૂધનું રખોપું બિલાડીને તો નથી સોપાયું તેવા સવાલો પણ જનતા જર્નાદનમાં ચર્ચાનો વિષય બન્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0