લોભામણી ઓફરોથી ઓનલાઇન છેતરપિંડી કરતાં 58 હજાર એકાઉન્ટ બ્લોક કરતી ગુજરાત પોલીસ

March 20, 2023

સસ્તા દરે મોબાઇલ અને બાઇકની ઓનલાઇન છેતરપિંડી કરતાં 58000 હજાર એકાઉન્ટ બ્લોક કરાયાં 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 20 – ગુજરાત પોલીસ હવે સોશ્યલ મીડીયાનું પણ જબરુ ‘પોલીસીંગ’ કરે છે. કારણ કે લોભામણી ઓફરથી હવે ફેસબુક અને અન્ય સોશ્યલ મીડીયામાં સાયબર ક્રાઈમના અનેક કેસ નોંધાયા છે.

રૂા.7000માં ટુ વ્હીલર કે પછી 10000માં આઈફોન, સાયબર- ક્રીમીનલ આ રીતે ઓફર કરીને ઓફર મંગાવે છે અને પછી જે તે વ્યક્તિની ફાયનાન્સીયલ ડીટેલ બેન્ક નામ ખાતા નંબર વિગેરે હાંસલ કરીને તેને સ્કેન કરી નાણા મોકલવા અને ઓટીપીના ખોટા ચકકરમાં ફસાવી નાણા ઉપાડે છે અથવા આઈફોન કે સ્કુટરમાં પણ તેઓ છેતરપીંડી કરે છે. ગુજરાત પોલીસે આ પ્રકારે 58000 જેટલા ફેક એકાઉન્ટ શોધી કાઢી તેને બ્લોક કરાવ્યા છે. બે ખ્યાતનામ પોર્ટલ જે આ પ્રકારે કારથી સ્કુટર અને ફર્નિચર ટી.વી. જે કંઈ વેચી શકાય તે વેચવા માટેનું માધ્યમ છે ત્યાં પણ લોકોને છેતરપીંડીનો ભોગ બનવું પડે છે.

આ પ્રકારના માર્કેટપ્લેસ પરથી 43954 અને અન્ય સોશ્યલ મીડીયા 14481 એકાઉન્ટને બ્લોક કરી દેવાયા હતા. આ પ્રકારે ગુન્હાખોરીએ અનેક મોડેલ ઓપરેન્ડી અપનાવાયા છે. જેમાં ફકત રૂા.10 મોકલી એકાઉન્ટ યોગ્ય છે તે ચકાસણીના બહાને ડીટેઈલ મેળવાય છે. આ ઉપરાંત જે સોશ્યલ મીડીયા એકાઉન્ટ દંડ જેવા હોય તેમાં પણ સામાન્ય હેકીંગથી ઉપયોગ થાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0