ભાજપે એક પોસ્ટર જાહેર કરી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઘેર્યા છે
નવી દિલ્હી તા.10 : દિલ્હીનાં પૂર્વ ડેન્યુટી સીએમ સિસોદીયાની ધરપકડ બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે.દરમ્યાન ભાજપે એક પોસ્ટર જાહેર કરી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઘેર્યા છે. ભાજપે પોસ્ટર ટવીટ કરીને લખ્યુ છે મનીષ સિસોદીયા, સતેન્દૂ તો ઝાંકી હૈ, ઈન કા સરગના કેજરીવાલ અભી બાકી હૈ’
બીજી બાજુ ઈડીએ ગુરૂવારે સિસોદીયાની ધરપકડ કરી છે. ઈડી પહેલા સીબીઆઈએ સિસોદીયાની કથિત શરાબ કાંડને લઈને ધરપકડ કરી હતી. ઈડીએ સિસોદીયાની જામીન અરજીની સુનાવણીનાં એક દિવસ પહેલા આ કાર્યવાહી કરી હતી. ઈડીની ધરપકડને લઈને દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે ટવીટ કરીને પ્રતિક્રિયા આપી હતી.
તેમણે ટવીટ કર્યું હતું કે મનીષની પહેલા સીબીઆઈએ ધરપકડ કરી સીબીઆઈને કોઈ પુરાવા ન મળ્યા, રેડમાં કોઈ પૈસા ન મળ્યા. કાલે જામીન અંગે સુનાવણી છે. કાલે મનરીષ છૂટી જવાના હતા, તો આજે ઈડીએ ધરપકડ કરી. તેમનો એક જ ઉદેશ છે. મનીષને કોઈપણ રીતે અંદર રાખવા, રોજ નવા બોગસ કેસ કરીને જનતા બધુ જોઈ રહી છે જનતા જવાબ આપશે.


