રાજસ્થાનથી અમદાવાદ મોકલાતો શરાબનો જથ્થો મહેસાણાથી પસાર થતાં એલસીબીએ ઝડપી લીધો
મહેસાણા મોઢેરા અંડરબ્રીજ પાસે વોંચ ગોઠવી કારમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે બે શખ્સોને પકડ્યાં
એલસીબી પોલીસે આઇ ટેવન્ટી કાર સહિત કુલ રૂા. ૬.૧૪ લાખનો મુદ્દામાલ ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 03 – મહેસાણાની સરહદમાંથી પસાર થતાં રાજસ્થાનથી અમદાવાદ તરફ લઇ જવાતાં વિદેશી શરાબના જથ્થાને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોઢેરા અંડરબ્રીજ પાસે વોંચ ગોઠવી આવતી કારને અટકાવી તેમાંથી 1.06 લાખના દારુના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી કુલ રુ. 6.16 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યોં હતો. 
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની રાહબરી હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.પીના નેતૃત્વ હેઠળ શહેર સહિત જિલ્લામાં ચાલતી વિદેશી શરાબના જથ્થા ઝડપી પાડવાની કાર્યવાહી કરતાં એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, અલ્પેશકુમાર, લાલજી, રશ્મેન્દ્રસિંહ, સન્નીકુમાર, સંજયકુમાર, જયસિંહ, રાજેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર રહતો તે દરમિયાન જયસિંહ તથા રાજેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી હતી કે, સફેદ કલરની આઇ ટવેન્ટી કાર નંબર જી.જે.૦૧-એચએસ-૭૩૬૨માં વિદશી શરાબનો જથ્થો ભરી પાલનપુર તરફથી મહેસાણા થઇ અમદાવાદ તરફ જનાર છે.
જે બાતમીના આધારે એલસીબી સ્ટાફે મોઢેરા અંડરબ્રીજ પાસે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં પોલીસે વચ્ચે આડશો ઉભી કરી કારને રોકી તલાશી લેતાં કારમાંથી વિવિધ બ્રાન્ડનો પરપ્રાંતિય વિદેશી શરાબનો જથ્થો તથા બીયર મળી રૂા. ૧.૬ લાખની કિંમતનો જથ્થા સાથે કાર તથા મોબાઇલ મળી કુલ રૂા. ૬,૧૬,૪૩૫ના મુદ્દામાલ સાથે બકાભાઇ ઉર્ફે બકાજી રામચંદજી ઠાકોર રહે. રામસીડા તા. દાંતીવાડા તથા ગુલાબસિંહ ઉર્પે ગલભા નેનસિંહ વાઘેલા રહે. રામનગર શાળાની બાજુમાં દાંતીવાડાવાળા શખ્સોની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે દારૂની આ હેરાફેરીમાં સંડોવાયેલા ગુલાબસિંહ ઉર્ફે વાસુ રામસિંહ રહે.દાંતીવાડા, સેતાનસિંહ જામતસિંહ વાઘેલા રહે. દાંતીવાડા, મનોહરસિંહ ઉર્ફે મનસા તથા વિનોદકુમાર ઉર્ફે પપ્પુ મારવાડી રહે. અમદાવાદ શાહીબાગ વાળા શખ્સ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદના બુટલેગરો માટે વિદેશી શરાબનો જથ્થો મહેસાણા જિલ્લાની સરહદમાંથી પસાર કરવો ૪૪૦ વોલ્ટના ઝટકા સમાન
અમદાવાદમાં કરોડો રૂપિયાની માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઠલવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદના બુટલેગરો દ્વાર મોટેભાગે રાજસ્થાનથી ગેરકાયદેસર રીતે મંગાવાતો વિદેશી શરાબનો જથ્થો મહેસાણા જિલ્લાની સરહદમાં થઇને પસાર કરવો પડે છે. ત્યારે અગાઉ પોલીસની બાંધછોડના કારણે અમદાવાદના બુટલેગરોને મહેસાણાની સરહદ વિદેશી શરાબની હેરાફેરી માટે મોકળું મેદાન મળી ગયું હતું પરંતુ મહેસાણા એસપી અચલ ત્યાગી, તથા જિલ્લા પોલીસતંત્રએ ગોઠવેલા નેટવર્કમાં વિદેશી શરાબના ખેંપીયામાં આબાદ રીતે સકંજામાં કસાઇ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના બુટલેગરો દ્વારા વિદેશી શરાબનો જથ્થો મહેસાણા જિલ્લામાંથી પસાર કરવો ૪૪૦ વોલ્ટના ઝટકા સમાન સાબિત થઇ રહ્યો છે.


