પૂર્વોતરના રાજ્યોમાં મોદી મેજિક : ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપ મોરચાને બહુમતી

March 2, 2023

 ત્રણમાંથી બે રાજયમાં વિધાનસભા ચૂંટણીમાં જીત : મેઘાલયમાં પણ ખાતુ ખોલીને પાંચ બેઠકો કબ્જે કરી

ત્રિપુરામાં ભાજપને 10 બેઠકોનુ નુકશાન છતાં 34 બેઠકો સાથે સાદી બહુમતી હાંસલ: નવા પાર્ટી ટીએમપીએ જોર દેખાડયુ

નાગાલેન્ડમાં એનડીપીપીને 39 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી: એનપીએફને મોટો ફટકો; માત્ર 1 બેઠક: કોંગ્રેસનુ ખાતુ ન ખુલ્યુ

મેઘાલયમાં સાંગ્માની પાર્ટીને સૌથી વધુ 26 બેઠકો: ભાજપે 5 બેઠક જીતીને તાકાત દેખાડી: કોંગ્રેસને મોટી પછડાટ

નવી દિલ્હી તા.2 : પુર્વોતર રાજયો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપે પોતાની રાજકીય તાકાત સાબીત કરી હોય તેમ ત્રણમાંથી બે રાજયમાં વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. મેઘાલયમાં પણ ખાતુ ખોલીને પાંચ બેઠકો કબ્જે કરી હતી. બીજી તરફ કોંગ્રેસનો રકાસ થયો હતો. મેઘાલય, નાગાલેન્ડ તથા ત્રિપુરામાં ગત મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારથી જ શરુ થઈ હતી અને બપોર સુધીમાં ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું તે મુજબ ત્રિપુરા તથા નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને બહુમતી મળવા સાથે નવી સરકાર રચશે.

તે નિશ્ચીત બન્યુ છે જયારે મેઘાલયમાં કોઈપણ પાર્ટીને બહુમતી ન મળી હોવા છતાં સાંગ્માની એનપીપી 26 બેઠકો સાથે મોખરે રહી છે. મેઘાલયમાં કોઈપણ પક્ષને બહુમતી ન હોવાનું ચિત્ર છે. ટ્રેન્ડ પ્રમાણે એનપીપીને સૌથી વધુ 26 બેઠકો મળી છે જે ગત ટર્મ કરતા છ બેઠકો વધુ છે. સામે કોંગ્રેસને માત્ર પાંચ બેઠકો મળી છે. પાર્ટીને ગત ટર્મ કરતા 16 બેઠકોનું મોટુ નુકશાન થયું છે. તૃણમુલ કોંગ્રેસે જોર બતાવ્યું હોય તેમ પાંચ બેઠકો મેળવી હતી ભાજપને ત્રણ અને અપક્ષો તથા અન્યને 20 બેઠકોમાં સરસાઈ હોવાનું ચિત્ર છે.

મુખ્યમંત્રી સાંગ્માની નેશનલ પીપલ્સ પાર્ટી (એનસીપી) સૌથી મોખરે હોવાથી તોડજોડ સાથે ફરી સાંગ્માની સરકાર રચાઈ તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી હોય તેમ 60 બેઠકોની વિધાનસભામાં 39 બેઠકોમાં પાર્ટી સરસાઈ ધરાવી રહી છે. ગત ટર્મ કરતા નવ બેઠકો વધુ મળી છે જયારે ગત ટર્મમાં 26 બેઠકો જીતનાર એનપીએફને માત્ર એક જ બેઠકમાં સરસાઈ હોવાથી 25 બેઠકોનું નુકશાન છે. રાજયમાં કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નથી. અપક્ષો તથા અન્ય નાના પક્ષો મેદાન મારી ગયા હોય તેમ 20 બેઠકોમાં સરસાઈ ધરાવતા હોવાનું ટ્રેન્ડ પરથી સૂચવાઈ રહ્યું છે.

ત્રિપુરામાં પણ ભારે ચડાવ ઉતાર વચ્ચે ભાજપ સાદી બહુમતી હાંસલ કરવામાં સફળ રહ્યું હોવાનું ટ્રેન્ડ પરથી સુચવાય છે. એક તબકકે ભાજપની સરસાઈ માત્ર 27 બેઠકોની રહી ગઈ હતી પરંતુ છેલ્લા સમાચાર પ્રમાણે 60 બેઠકોની વિધાનસભામાં ભાજપના 34 ઉમેદવારો જીતના માર્ગે રહ્યા છે. જો કે ગત ટર્મ કરતા ભાજપને 10 બેઠકોનું નુકશાન છે. ડાબેરી પક્ષોના 14 ઉમેદવારો સરસાઈ ધરાવે છે. નવી પાર્ટી ટીએમપી એ જોર બતાવ્યું હોય તેમ 12 બેઠકો સરસાઈ ધરાવે છે. ત્રણમાંથી બે રાજયોમાં ભાજપ ગઠબંધનની જીત નિશ્ચીત ગણાવવામાં આવી રહી છે અને જીતના જશ્નની તૈયારી પણ શરુ કરી દેવામાં આવી છે.

ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણી

ત્રિપુરા
પક્ષ —— બેઠક
ભાજપ —— 34(-10)
ડાબેરી —— 14(-2)
ટીએમસી —— 12(+12)
અન્ય —— 00

નાગાલેન્ડ
પક્ષ —— બેઠક
ભાજપ+ —— 39 (+9)
એનપીએફ —— 1 (-25)
કોંગ્રેસ —— 00
અન્ય —— 20 (+16)

મેઘાલય
પક્ષ —— બેઠક
એનપીપી —— 26 (+6)
કોંગ્રેસ —— 5 (-16)
ભાજપ —— 3 (+1)
અન્ય —— 25 (+9)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0