જિલ્લા વિકાસ અધિકારીએ ૫૭/૧ના બદલે ૫૭/૨ મુજબ સસ્પેન્ડનો હુકમ કર્યો
અહો..આશ્ચર્ય..સરકારી જમીનના કરેલા ઠરાવ મામલે ડીડીઓની નજરમાં ભાન્ડુના સરપંચ નિર્દોષ, તળેટીના સરપંચ દોષી
ગરવી તાકાત, મહેસાણા તા. 01 – તાજેતરમાં તળેટી ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા અન્ય ચાર સભ્યોને ગૌચરની જમીન ફાળવી રસ્તો કાઢવાના મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. ત્યારે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમપ્રકાશ પોતાની મળેલી સત્તાની રૂએ ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યોને સસ્પેન્ડ કરવાના હુકમ માટે ૫૭/૧ મુજબ સસ્પેન્ડ કરાય છે. પરંતુ કલમની માયાજાળમાં અટવાયેલા ડીડીઓએ તળેટી ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા સભ્યોને ૫૭/૨ મુજબ સસ્પેન્ડ કરી દેવાના હુકમની બજવણી તલાટીને ચાર દિવસ અગાઉ કરી દેવામાં આવી હતી. 
જાે કે હુકમની બજવણી કરી દીધા બાદ જિલ્લા વિકાસ અધિકારીને માલુમ પડ્યું કે, સસ્પેન્ડ કરતી વખતે કરાયેલા હુકમમાં કલમ જ ખોટી લખી દેવામાં આવી છે. સરપંચે સસ્પેન્ડ કરતી વખતે ૫૭/૧ મુજબના હુકમ પ્રમાણે સસ્પેન્ડ કરાય છે પરંતુ ડીડીઓએ સરપંચને તથા સભ્યોને સસ્પેન્ડ કરતી વખતે ૫૭/૨ મુજબ સસ્પેન્ડ કરવામાં આવે છે તેવો હુકમ કરાયો હતો. જાે કે ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમપ્રકાશને માલુમ પડ્યું થયું કે સસ્પેન્ડ કરતી વખતે કલમ જ ખોટી લખી દેવામાં આવી છે તેવું જ્ઞાન થતાં ફરી વખત ફરી વખત સુધારેલો હુકમ લઇને તલાટીને બજવણી કરવા માટે મોકલ્યો હતો.
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી કાયદાની રૂએ મળેલા તેમના હક્કો મુજબ હુકમ મુજબ ન્યાય કરવાની પ્રણાલિમાં બેવડી નિતીથી ન્યાય કરતાં હોવાનું પણ નાગરીકો પ્રતિતિ કરી રહ્યા છે. જેમાં અગાઉ આજ પ્રકારે સરકારી જમીનની ફાળવણી કરવાના કરાયેલા ઠરાવમાં ભાંડુ ગામના સરપંચને નિર્દોષ છોડી મુકવામાં આવ્યાં હતા. જ્યારે તળેટી ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યોને સરકારી જમીન ફાળવણીના કરાયેલા ઠરાવ માટે દોષી જાહેર કરી સસ્પેન્ડ કરવામાં આવતાં જિલ્લા વિકાસ અધિકારીની આ ન્યાય પ્રણાલિને લઇને અનેક તર્ક વિતર્કો સર્જાયાં છે.


