બોદલા ગામની સીમમાં ચાલતાં વિદેશી દારુના કટીંગ દરમિયાન એલસીબી ત્રાટકી

February 15, 2023

બોદલા ગામે ખરાબામાંથી એલસીબીએ દારુની પેટીઓ સાથે ૭.૪ લાખનો મુદ્દામાલ ઝડપાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની પેટીઓ સાથે એક ઇસમને દબોચી લીધો

ગરવી તાકાત, મહેસાણા તા. 15 –  મહેસાણા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરો સીકંજો કસ્યો હોય તેમ રોજબરોજ વિદેશી દારુનો જથ્થો પકડી પાડવામાં સફળતાં મળી રહી છે. જેમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં હદ વિસ્તારમાં આવતાં બોદલા ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સધીમાતાના મંદિર પાસે આવેલા ખરાબા ચાલતાં દારુના કટીંગ પર રેડ કરી  વિદેશી દારુની શીલબંધ ૨૩ નંગ પેટીઓ સાથે કાર અને એક્ટીવા મળી કુલ રૂા. ૭ લાખ ૪ હજારનો મુદ્દામાલ સાથે એક ઇસમને દબોચી લીધો હતો. 

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.પી.રાવની સૂચના મુજબ એલસીબી પીએસઆઇ એચ.એલ.જાેષી, તથા સ્ટાફના જયસિંહ, રમેશભાઇ, રશ્મેન્દ્રસિંહ, સન્નિકુમાર, મહેશકુમાર, રાજેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ ઓફિસમાં હતો તે દરમિયાન ખાનગી માહિતી મળી હતી કે, મહેસાણા ગણેશ હોમ્સ સાઇબાબા મંદિરની પાછળ મહેસાણા ખાતે રહેતો રાજપૂત નિલેષજી છનાજી નામનો શખ્સ બોદલા ગામની સીમમાં સધી માતાજીના મંદિર પાસેના ખરાબામાં વિદેશી દારુનું કટીંગ કરાવે છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેઇડ કરતાં વિદેશી દારુની સીલબંધ પેટીઓ કિંમત રૂા. ૭૨૧૨૦, બ્રેજા કાર, તથા ત્રણ એક્ટીવા મળી કુલ રૂા. ૭ લાખ ૪ હજાર ૧૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0