મેકાપુર ગામે ખેતરમાં છાપરું બનાવી શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ ચલાવતાં હતા
મોબાઇલમાં માર્કેટ પ્લસ નામની એપ્લીકેશનની મદદથી ડબ્બા ટ્રેડીંગ રમાડતાં હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – વડનગર તાલુકાના મેકાપુરા ગામની સીમમાં આવેલા ખેતરમાં છાપરુ બનાવી મોબાઇલમાં બનાવેલી શેર બજારની એપ્લીકેશનથી શેર બજારના ભાવની વધ ઘટ જાેઇ શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગનો ખેંલ ચલાવી રહ્યા હતા. શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ રમાડી લોકોને ગેરમાર્ગે દોરી ખોટા રોકાણ કરાવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરતાં ત્રણ શખ્સોને મહેસાણા એસઓજીની ટીમે ઝડપી પાડ્યાં હતા જ્યારે એક આરોપી ફરાર છે. પોલીસે ડબ્બા ટ્રેડીંગ રમાડનાર ત્રણ શખ્સો પાસેથી ૨૮૩૬૦નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની માર્ગદર્શન મુજબ એસઓજી પી.આઇ એ.યુ.રોઝ, પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ પારખાનજી, હે.કો. દિલીપભાઇ, અબ્દુલગફાર, શક્તિસિંહ, ધરમસિંહ, યુવરાજસિંહ, સહિત એસઓજી સ્ટાફ ખેરાલુ -વડનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એએસઆઇ પ્રવિણભાઇ તથા ધરમસિંહને ખાનગી બાતમી મળી હતી કે,
ઠાકોર સુખાજી રમેશજી રહે. મેકાપુર (ઉંઢાઇ) તા. વડનગરવાળાઓ પોતાના મળતીયાઓ સાથે વડનગર તાલુકાના મેકાપુરા ગામની સીમમાં કેનાલ પાસે આવેલા ઠાકોર ઇશ્વરજી પરબતજીના ખેતરમાં છાપરું બનાવી પોતાના મોબાઇલ ફોનથી લોકોને ફોન કરીને મોબાઇલમાં માર્કેટ પ્લસ નામની એપ્લીકેશનમાં શેરબજારની વધઘટ જાેઇ લોકોને શેર બજારમાં વધુ પૈસા કમાઇ આપવાની લાલચ આપી શેરબજારની લે-વેચનો ધંધો કરાવી લોકો સાથે છેતરપિંડી કરતાં હોવાની બાતમીના આધારે રેઇડ કરી ઠાકોર સુખાજી રમેશજી, ઠાકોર ઇશ્વરજી પરબતજી અને ઠાકોર ચેતનજી વિષ્ણુજી રહે. મેકાપુરા તા. વડનગરવાળા શખ્સોને ઝડપી તેમની પાસેથી ૨૮,૩૬૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પ્રજાપતિ ગૌતમ દેવુભાઇ નામનો શખ્સની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉપરોક્ત શખ્સો શેર બજારના ડબ્બા ટ્રેડીંગ રમવા માટે તેમજ શેર બજારના ભાવ વધ ઘટ જાેવા માટે માર્કેટ પ્લસ નામની એપ્લીકેશન દ્વારા શેર માર્કેટનો ભા જાેઇ ગ્રાહકોને કોઇપણ જાતના લાયસન્સ વગર શેરબજારમાં રોકાણ કરવા સારુ લાલચ આપી ગ્રાહકોના પૈસાનું રોકાણ કરાવતાં તેમજ તેમનું કમીશન પોતાના બેંક એકાઉન્ટમાં મેળવી સેબીના નિયમોનું ઉલ્લંઘન કરી છેતરપિંડી આચરતા હોઇ તેઓની વિરુદ્ધ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪, તથા ધી સિક્યુરીટીઝ કોન્ટ્રાક્ટ રેગ્લુલેશન ૧૯૫૬ની કલમ ૧૩-૧૪ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


