ગરવી તાકાત, ગાંધીનગર તા. 31- દુષ્કર્મ કેસમાં લંપટ આસારામ દોષિત સાબિત થયો છે. ત્યારે આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને સજા સંભળાવી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.આ કેસમાં સરકારે આસારામને આજીવન કેદની માંગ કરી હતી. તો બચાવ પક્ષે ઓછામાં ઓછી સજા માંગી હતી.
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસારામ દુષ્કર્મ કેસ નોંધાયો હતો. જેમાં પાખંડી ધર્મગુરુ આસારામ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરાઈ હતી. આજે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આસારામ દુષ્કર્મ કેસનું હિયરિંગ થયું. ત્યારે હવે આસારામ ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસમાં અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. ત્યારે ગઈકાલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હતો. સોમવારે બપોરે 3 વાગ્યે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જે બાદ કોર્ટે ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો છે અને બાકીના છ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વકીલે વધુ માહિતી આપતા કહ્યું કે, આસારામ દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા છે. કલમ 342 ગેરકાયદે અટકાયત, કલમ 357 શારીરિક ઈજા, કલમ 376, 377 હેઠળ આરોપીને કોર્ટે દોષિત ગણાવ્યા છે. આસારામને વધુમાં વધુ સજા મળે તેવા પ્રયત્ન કરશુ.
છેલ્લાં 10 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 10 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.

