100 દિવસમાં ફરી પરીક્ષા લેવાનું કહીને સરકારી અધિકારીઓ હાથ ખંખેરીને ઉભા થઈ ગયા
ગરવી તાકાત, ગાંધીનગર તા. 29- જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થવા મામલે પંચાયત સેવા પસંદગી મંડળે બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. ચેરમેન સંદીપ કુમારે જણાવ્યું કે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત બહારની ગુનાહિત સંગઠિત ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. 15 જેટલા આરોપીઓની અટકાયત કરાઈ છે. તેમની તપાસ ચાલુ છે. મહેનતુ અને સાચા ઉમેદવારો નુકસાન ન થાય તે માટે 29 જાન્યુઆરીના રોજ પરીક્ષા મોકૂફનો નિર્મય લેવાયો હતો. આગામી 100 દિવસમાં પરીક્ષા યોજાશે. ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે. હવે પછીની પરીક્ષામાં ઉમેદવારોને એસટીમાં વિનામૂલ્યે સુવિધા અપાશે. સાથે જ કહેવાયં કે, હવે પછી ની તારીખે યોજવનાર પરીક્ષાના દિવસે પોતાની હોલ ટીકીટ બતાવી બસની મફત સેવા આવજવાની મેળવી શકશે. 
કેટલાય મહિનાઓથી મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આટલી જાહેરાત કરીને પંચાયત સેવા પસંદગી મંડળના અધિકારીઓ આટલી જાહેરાત કરીને ઉભા થઈ ગયા હતા. તેઓ મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા પણ રોકાયા ન હતા. ત્યારે સરકારને કોનો ડર છે. તેઓએ મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાત કરાવનું ટાળ્યુ હતું. પ્રેસ કોન્ફરન્સનું કાગળિયું વાંચીને અધિકારીઓ ઉભા થઈ ગયા હતા. કાગળ પર લખેલું લખાણ વાંચીને ચેરમેન સંદીપ કુમાર ત્યાંથી રવાના થઈ ગયા હતી. તેઓ પત્રકારોના સવાલ આપવા માટે પણ ના ઊભા રહ્યા. પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન PC પૂરી કરીને ભાગ્યા હતા. તેઓએ પત્રકારોના એક પણ સવાલનો જવાબ આપ્યા વગર ભાગતા દેખાય. 100 દિવસમાં પરીક્ષા યોજાશે એટલું કહીને ચેરમેન ત્યાંથી રવાના થયા હતા. ત્યારે શું કાગળમાં લખેલી 4 લાઈન વાંચવા પત્રકાર પરિષદ રાખી હતી.


