ગરવી તાકાત, મહેસાણા તા. 28- મહેસાણા એલસીબીએ ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં છેતરપંડીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા ફરાર આરોપીને તોરણવાળી ચોક ખાતે ઝડપી પાડ્યો હતો. 
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ અને ઇન્ચાર્જ એલસીબી પી.આઇ જે.પી.રાવની સૂચના મુજબ મહેસાણા એલસીબી સ્ટાફ મહેસાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કેશરસિંહ તથા ભાવિકકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબનાં છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો શખ્સ હાલ મહેસાણા તોરણવાળી માતાના ચોક પાસે આવેલા પીક અપ સ્ટેન્ડ પાસે આવતો હોવાની બાતમી મળી હતી જેને પગલે એલસીબી સ્ટાફે વોંચ ગોઠવી આરોપીને ઝડપી પાડી મહેસાણા એ..ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.


