ચાઈનીઝ દોરીથી થતા મોત પર ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ

January 3, 2023

હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી સોંગદનામું રજૂ કરવાનો આદેશ કર્યો

 ગરવી તાકાત, અમદાવાદ તા. 02 – ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક જીવલેણ દોરી વેચાય છે. તો બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી આ દોરીથી કેટલાક લોકોના જીવ ગયા છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ ટુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો હાઇકોર્ટે સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે. તેમજ બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરી મામલે કડક વલણ અપનાવ્યું છે. ચાઈનીઝ દોરી, નાયલૉન દોરી તથા તુક્કલ વેચાણ મુદ્દેની કાર્યવાહી પર હાઈકોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. આ મામલે ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે લાલ આંખ કરતા ક્હ્યું કે, ઘાતક દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઈજા થાય તે નહીં ચલાવી લેવાય. ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી તેમજ ચાઈનીઝ ટુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તેમ જ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલા ભરવાની માંગણી કરતી પિટીશનમાં કોર્ટે આ હુકમ કર્યો છે.

હાઈકોર્ટે સરકારને કહ્યું કે, ચાઈનીઝ દોરી ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેની અમલવારી જરૂરી છે તેવું હાઇકોર્ટે અવલોકન કર્યું. સાથે જ કહ્યું કે, ઘાતક દોરીના કારણે નાગરિકો નું મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહિ. ત્યારે આ મામલે હાઈકોર્ટે 2 દિવસમાં સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા બેરોકટોક ચાઈનીઝ દોરાનું વેચાણ થાય છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં વડોદરામાં હોકી પ્લેયર યુવકનુ મોત નિપજ્યુ છે. તો સુરતમાં એક શખ્સનુ ગળુ કપાતા મોત થયું છે. આ સાથે જ બીજા અસંખ્ય ઈજાના બનાવો સામે આવી રહ્યાઁ છે. છતા ગુજરાત પોલીસના નાક નીચે ચાઈનીઝ દોરી વેચાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0