2023માં કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે મંથન શરુ

January 3, 2023

ગુજરાત ફોર્મ્યુલા લાગુ કરવી અને પક્ષના હાલના પીઢ નેતાઓના સ્થાને નવી કેડર અને નવા નેતૃત્વને આગળ કરવું  દ્વિધામાં 

ગરવી તાકાત, તા.03- ગુજરાતમાં ધારાસભા ચૂંટણીના પ્રચંડ વિજયે ભાજપને એક તરફ રાષ્ટ્રીય સ્તરે પણ જબરો આત્મ વિશ્વાસ આપ્યો છે તો બીજી તરફ પક્ષ માટે અનેક પ્રશ્નો પણઉભા કર્યા છે. સૌ પ્રથમ તો જે રીતે ગુજરાતમાં ચૂંટણીના એક વર્ષ પુર્વે પુરુ મંત્રીમંડળ બદલી નખાયુ અને બાદમાં પક્ષે ભૂપેન્દ્ર પટેલ-2 સરકારમાં નવી કેડરને આગળ ધરી તે 156 બેટકો મેળવવા માટે જાદુઇ વ્યૂહરચના પુરવાર થઇ હોવાનું માનવામાં આવે છે અને તેના કારણે હવે આગામી સમયમાં જે રાજ્યોમાં ભાજપનું શાસન છે અથવા તો ભાજપ ફરી એક વખત શાસન પર આવવા માટે મજબૂત સ્થિતિમાં હોવાનું જણાવાય છે.

ત્યાં આ ગુજરાત ફોર્મ્યુલા લાગુ કરવી અને પક્ષના હાલના પીઢ નેતાઓના સ્થાને નવી કેડર અને નવા નેતૃત્વને કેમ આગળ કરવું તેના પર જબરી દ્વિધામાં છે. ખાસ કરીને ગુજરાતની સાથે જ હિમાચલ પ્રદેશમાં ભાજપે તેના જુના ચહેરાઓ પર ભરોસો રાખ્યો અને પછડાટ મળી જ્યારે ગુજરાતમાં પક્ષને સતત વિજય મળ્યો તે પણ ભાજપને એક બોધપાઠ જેવું બની ગયું છે. આ ચાલુ વર્ષે 9 ધારાસભા ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણી યોજાવાની છે તેમાં પાંચ રાજ્યો એવા છે કે જેમાં ભાજપનું શાસન છે. જ્યારે રાજસ્થાનમાં ભાજપ ફરી એક વખત સતા કબજે કરવા માગે છે.

► કર્ણાટક – 2023માં ભાજપને કર્ણાટકમાં સૌથી મોટો પડકારનો સામનો કરવો પડશે. ફક્ત ચાર મહિના જ બાકી રહયા છે અને તેના કારણે ભાજપ હવે હાલના મુખ્યમંત્રી એસ.આર. બોમ્મઇના સ્થાને પક્ષનો જ કોઇ નવો ચહેરો મુકવા માગે છે. કર્ણાટકમાં એક સમયે ભાજપના બિનહરીફ નેતા બી.એસ. યેદીયુરપ્પા ભાજપના આ ગેમ પ્લાનમાં પરિવારને આગળ ધપાવવા માગે છે

પરંતુ પક્ષે ભાજપે તેમને પાર્લામેન્ટરી બોર્ડમાં બેસાડીને વિદાયનો સંકેત પણ આપ્યો છે અને 2023ની ચૂંટણી જીતાડવાની જવાબદારી આપી છે. વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ મુળ ભાજપના નથી તેઓ લાંબા સમયથી મંત્રી મંડળમાં ફેરફારની માંગ કરી રહ્યા છે પરંતુ તે શક્ય બન્યું નથી. બોમ્મઇ ઇમેજ એક કોમનમેનની છે પરંતુ ઇમેજને કારણે ભાજપ જીતે કે કેમ તે પ્રશ્ર્ન છે. ભાજપે અહીં જનતાદળ-એસ સાથે જોડાણ કરવાની તૈયારી કરી હતી પરંતુ ગઇકાલે જ બેંગ્લોર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ભાજપ એકલાહાથે ચૂંટણી લડશે. બીજી બાજુ તેમણે કર્ણાટકનો હવાલો સંભાળી લીધો હતો.

મધ્યપ્રદેશ – મધ્યપ્રદેશમાં ભાજપ માટે નેતૃત્વ પરિવર્તન કરવું જરુરી છે. શિવરાજ ચૌહાણ ચાર ટર્મથી મુખ્યમંત્રી છે અને અહીં કોંગ્રેસ ખાસ કરીને તેના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ એ મધ્યપ્રદેશના ગેહલોત ગણાય છે અને એન્ટી ઇન્કમબન્સી પણ છે. પંચાયત ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં કોંગ્રેસે હાલમાં સારો દેખાવ કર્યો તે સમયે હવે મધ્યપ્રદેશમાં પણ ભાજપને નવી કેડરની આવશ્યકતા છે તે સ્વીકારી લેવાયું છે. પણ સૌથી મહત્વનું જ્યોતિરાદીત્ય સિંધીયા ફેક્ટર છે જેણે ભાજપને સરકાર બનાવવામાં સૌથી મોટી યોગદાન આપ્યું હતું. અને તેઓ હવે રાજ્યમાં પોતાનું સ્થાન માગે છે.

રાજસ્થાન – રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની એન્ટી ઇન્કમબન્સીનો લાભ ભાજપને મળશે પરંતુ અહીં કોંગ્રેસ કરતા પણ વધુ ઇનફાઈટીંગ છે જે છૂપી રીતે ચાલે છે. પરંતુ હાલની પેટાચૂંટણીઓમાં ભાજપને મોટી સફળતા મળી નથી. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને વર્તમાન પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયા બંને વિરોધી ફેક્ટર છે તો પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા કે જેઓ વિપક્ષના નેતા છે અને નાયબ નેતા રાજેન્દ્રસિંહ રાઠોર એ બંને સામસામા છે. એક તબક્કે પક્ષ આ નેતાઓને સામસામા મુકીને પોતાનો લાભ મેળવતી હતી. ભાજપની જનઆક્રોશ યાત્રાને જબરદસ્ત પ્રતિભાવની આશા હતી તેવો મળ્યો નથી.

►  છતીસગઢ –  છતીસગઢમાં પણ ભાજપને મધ્યપ્રદેશ જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા રમણસિંહને ભાજપે નેશનલ વાઇસ પ્રેસીડેન્ટ બનાવીને રાજ્યમાંથી દૂર ખસેડી લીધા છે પરંતુ હજુ સુધી કોઇ એવા નેતા ભાજપ પાસે આવ્યા નથી જે તેની નૈયા પાર લગાવે. અરુણ સાઓ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ છે અને તેઓએ વિષ્ણુદેવ સાઇને સ્થાને મુક્યા. જેઓ આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને નારાયણ ચંદેલ કે જેઓ વિપક્ષના નેતા છે તેઓ ત્રણેય વચ્ચે સ્પર્ધા છે. રાજ્યમાં ભાજપે ઓબીસી મતદારો પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0