નવસારી પાસે કાર બસનો અકસ્માત સર્જાતાં હાઇવે રક્તરંજિત બન્યોં : 9ના મોત

December 31, 2022

♦ બસ વલસાડની: પ્રવાસીઓ અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાંથી પરત જતા હતા: અકસ્માતના દ્રશ્યો નિહાળી બસડ્રાઈવર પર હૃદયરોગનો હુમલો

♦ અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારીઓને લઈ જતી ફોચ્યુનરના ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ડિવાઈડર કુદી હાઈવેની સામે બાજુએ જતી બસ સાથે ધડાકાભેર અથડાઈ: એક ગંભીર ઘાયલ

ગરવી તાકાત, નવસારી – ગુજરાત અને દેશમાં નવા વર્ષની ઉજવણીના પ્રારંભ પુર્વે જ દેશમાં સર્જાઈ રહેલી અકસ્માતોની પરંપરામાં નવસારી પાસે એક અકસ્માતમાં ફોચ્યુનર કાર અને લકઝરી બસ વચ્ચે ભીષણ ટકકર થતા કારમાં પ્રવાસ કરી રહેલા 9 લોકોના મૃત્યુ થયા છે અને એક વ્યક્તિને ગંભીર ઈજા સર્જાઈ છે. આ અકસ્માતમાં ફોચ્યુનર કારના ડ્રાઈવરને ઝોકુ આવી જતા તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર ડિવાઈડર વટાવીને બાજુના માર્ગ પર જઈ પડી હતી. આ સમયે અહીથી પસાર થતી એક બસ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી અને તેમાં પ્રવાસ કરતા નવ મુસાફરોના મૃત્યુ નિપજયા હતા.

આ અકસ્માત સમયે જ ભયાનક ‘હાદસા’ના દ્રશ્યો જોઈને બસના ડ્રાઈવરને હૃદયરોગનો હુમલો આવતા તેને તુર્તજ સારવાર માટે ખસેડાયો હતો. વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતથી હાઈવે કારમાં પ્રવાસ કરતા લોકોની મરણચીસથી ગાજી ઉઠયો હતો.  સાત લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા બે લોકોએ હોસ્પીટલમાં સારવાર સમયે છેલ્લા શ્વાસ લીધા હતા. બસમાં સવાર 30 લોકોને પણ નાની-મોટી ઈજા થતા તેઓને વલસાડ-સુરતની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે જયાં તમામ ભયમુક્ત છે.

આ કારમાં પ્રવાસ કરનાર તમામ યુવા વયના હોવાનું જાહેર થયું છે. તેમાં અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મસી કંપનીના કર્મચારી હતા જયારે લકઝરી બસના પ્રવાસીએ અમદાવાદ ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તેઓ તમામ વલસાડના છે. નવસારી પાસે નેશનલ હાઈવે નં.48 પર આ દુર્ઘટના બની હતી.  દુર્ઘટનાના દ્રશ્યોથી બસનો ડ્રાઈવર હેબતાઈ ગયો અને તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ફોચ્યુનર કારનો બુકડો બોલી ગયો હતો અને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી.

મૃતકો ફાર્મા કંપનીઓના કર્મચારીઓ
► મયુર વાવૈયા
► પ્રજ્ઞેશ વેકરીયા
► ધર્મેશ શેલડીયા
► જયદીપ પેથાણી
► જયદીપ ગોવાણી
► નવનીત ભડીયાદરા
     ત્રણની ઓળખ મેળવાઈ રહી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0